સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (smc) ની આરોગ્ય ટીમોએ એન્ટ્રી પોઇન્ટ પર બહારથી શહેરમાં પ્રવેશતા લોકોની તપાસ તીવ્ર કરી હતી. રેલવે સ્ટેશન અને એરપોર્ટ (airport) પર પરીક્ષણ (testing) પણ કડક કરાયું છે કારણ કે કોવિડ -19 કેસની સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે. ત્યારે શનિવાર અને રવિ વારે સુરતના ડુમસ બીચ (dumas beach) પર સહેલાણીઓની મોટી સંખ્યા રહેતી હોય તે ધ્યાને લઈને પાલિકાએ ફરી ડુમસ બીચને બંધ કરવાનું ફરમાન બહાર પાડ્યું છે.
પરીક્ષણ પ્રક્રિયાની તપાસ ઉપરાંત એસ.એમ.સી.દ્વારા એ પણ સુનિશ્ચિત કરાયુ છે કે, સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકો શનિ અને રવિવારે ભેગા રહી મેળાવડા કરે છે. માટે “અથવા ઝોન વિસ્તારમાં મોલ્સ, મલ્ટિપ્લેક્સ, મૂવી થિયેટરો (theater), ગેમ ઝોન અને પ્રદર્શનો બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, આ વાયરસના ફેલાવાને ટાળવા માટે સપ્તાહના અંતમાં ડુમસ બીચને બંધ રાખવા ઓર્ડર પણ આપવામાં આવ્યા છે અને પોલીસને વિનંતી કરી છે કે મુલાકાતીઓને લોકપ્રિય પિકનિક સ્થળ(picnic place)થી દૂર રાખવામાં આવે જેથી સમગ્ર ડુમસ બીચને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવાયો છે. જો કે અહીં પાલિકાની બેવડી ભૂમિકાની પણ ચર્ચા થઇ રહી છે કે એક તરફ ચૂંટણી મેળાવડામાં કોઈ કાર્યવાહી નહીં અને હાલ લોકોને ફરવા પર ફરી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
એસ.એમ.સી. દ્વારા બે દિવસમાં 10 કામદારો પોઝિટિવ (corona positive) મળ્યા બાદ પાંડેસરામાં એક ડાઈંગ યુનિટ બંધ કરાયો હતો. આરોગ્ય ખાતાએ તેને કન્ટેનમેન્ટ ક્ષેત્ર જાહેર કરીને ગંગા ડાઈંગ પરિસરને બેરીકેડ લગાવી બંધ કરી દીધું હતું. “બુધ-ગુરુ શુક્ર અને શનિવારે સતત 8 થી 10 પોઝિટિવ કેસ જોવા મળ્યાં હતાં, ત્યારબાદ ડાઈંગ યુનિટ બંધ કરાયું હતું. એવી કેટલીક કાર્યવાહી કેટલીક શિક્ષણ સંસ્થાઓ પણ વિરુદ્ધ કરવામાં આવી છે જ્યાં કોવિડ -19 ના બહુવિધ કેસો મળી આવ્યા છે.
ડેપ્યુટી કમિશનર (આરોગ્ય) એ કે નાયકએ જણાવ્યું હતું કે બર્ફીવાલા કોલેજમાં દસ કેસ પોઝિટિવ જોવા મળ્યા, ત્યારબાદ એસ.એમ.સી.ના કતારગામ ઝોને કોલેજ બંધ કરી દીધી. “બે દિવસ પહેલા, બે વિદ્યાર્થીઓ પોઝિટિવ જોવા મળ્યા હતા, જે પછી વધુ આઠ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, તેથી, કોલેજ બંધ કરવામાં આવી છે. જુદી જુદી શાળાઓમાં દસ કેસ પણ મળી આવ્યા હતા, ત્યારબાદ તે પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેર મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શુક્રવારે એસ.એમ.સી.ના મુખ્ય મથક ખાતે કાપડના વ્યવસાય અને સમુદાયના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી અને લોકોને મોટી સંખ્યામાં એકત્રિત ન થાય તે માટે બજાર વિસ્તારમાં હોળીની ઉજવણી ન કરવા વિનંતી કરી હતી. કાપડના વ્યવસાયિક જૂથો, બજાર સંગઠનો અને સામાજિક જૂથોએ આ સૂચનને સ્વીકાર્યું છે. શહેરનો રાજસ્થાની સમુદાય પરંપરાગત રીતે દર વર્ષે ભવ્ય રીતે હોળીની ઉજવણી કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા પણ ડુમસ બીચ બંધ કરાયો હતો ત્યારે બીચ પર લારી ચલાવી પેટિયું રળતા વિક્રેતાએ માગ કરતા આખરે બીચ ખુલ્લો મુકાયો હતો. જો કે ચૂંટણી પહેલા જ ચૂંટણી પાંચ દ્વારા પણ ઉમેદવાઓને ચૂંટણી ઢાંઢેરામાં સંખ્યા મર્યાદિત રાખવા સહિતની ગાઈડ લાઇન્સ બહાર પાડવામાં આવી હતી જો કે તમામ ઉમેદવારોએ આ તમામ ગાઈડલાઈન્સનો ભંગ જ નહીં પણ ખુલ્લેઆમ લીરેલીરા ઉડાવ્યા હતા, અને તેમના નેતાઓએ અમે બોલાવ્યા નહીં પણ લોકો આવી ગયા જેવા જવાબો પણ આપ્યા હતા, ત્યારે ફરી આ પ્રકારનું વલણ અપનાવી પાલિકા શું સાબિત કરવા માંગે છે એવી પણ ચર્ચા શહેરમાં થઇ રહી છે.