Gujarat

​સુરત – ડ્રગ્સ નેટવર્ક પર તવાઈ, વધુ 9 કિલો ‘એટોમિડેટ’ જપ્ત; કુલ આંકડો 50 કિલોએ પહોંચ્યો

ગાંધીનગર,તા.11

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં ગુજરાત એટીએસની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. ગઈકાલે તપાસ દરમિયાન વધુ બે આરોપીઓની ધરપકડ બાદ હાથ ધરવામાં આવેલી તપાસમાં માં વધુ બે સ્થળોએથી 9 કિલો એટોમિડેટ (Etomidate) જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ આ રેકેટમાં અત્યાર સુધીમાં કુલ 50 કિલો જેટલો જંગી જથ્થો પકડાયો છે.

​નવી જપ્તીની વિગતો

​એટીએસ ની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નીચે મુજબનો જથ્થો મળ્યો છે.

  • ​એરામેક્સ હબ (Aramex Hub): અહીંથી 4 કિલો એટોમિડેટ જપ્ત કરાયું છે. આ જથ્થો મુખ્ય આરોપી નિકુંજ ગઢિયા દ્વારા ‘ડીસન કેમિકલ્સ એન્ડ ફાર્મા’ના નામે મોકલવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ જથ્થાને એર કાર્ગો દ્વારા મોકલવા માટે ‘એલોવેરા પાવડર’ તરીકે ખોટું લેબલ લગાવીને મોકલવામાં આવ્યો હતો. આ પાર્સલ સિંગાપોરના કાર્ટેલ મેમ્બર ચુઆ ઝી ઝુઆનને મોકલવાનું હતું.
  • ​રુદ્ર એન્ટરપ્રાઇઝ (સુરત): આરોપી ચેતન વાવડિયાની માલિકીની રુદ્ર એન્ટરપ્રાઇઝની ઓફિસ પરથી તપાસ દરમિયાન 5 કિલો એટોમિડેટ API મળી આવ્યું છે.

​અત્યાર સુધીની કુલ જપ્તીનો આંકડો

​આ કેસની તપાસ દરમિયાન એટીએસની ટીમ દ્વારા
અત્યાર સુધીમાં કુલ 50 કિલો એટોમિડેટ (Etomidate) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની વિગતો નીચે મુજબ છે.

  • ​લોજિસ્ટિક્સ હબ (Logistics Hub): કસ્ટમ ક્લિયરન્સ માટે મોકલવામાં આવેલો 30 કિલો એટોમિડેટનો જથ્થો જપ્ત કરાયો છે.
  • ​થાઈલેન્ડ લો-એન્ફોર્સમેન્ટ એજન્સી: તપાસના ભાગરૂપે થાઈલેન્ડની સુરક્ષા એજન્સીઓ દ્વારા 15 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
  • ​રુદ્ર એન્ટરપ્રાઇઝ (સુરત): આરોપી ચેતન વાવડિયાની માલિકીની ઓફિસમાંથી 5 કિલો એટોમિડેટ API મળી આવ્યું છે.
  • ​એરામેક્સ હબ (Aramex Hub):

આરોપી નિકુંજ ગઢિયા દ્વારા ‘એલોવેરા પાવડર’ તરીકે ખોટી રીતે જાહેર કરીને સિંગાપોરના કાર્ટેલ મેમ્બર ચુઆ ઝી ઝુઆનને મોકલવામાં આવી રહેલો 4 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
​આમ, વિવિધ સ્થળોએથી કુલ 50 કિલો જેટલો જંગી જથ્થો એટીએસની તપાસનીશ ટીમો દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ ‘ડીસન કેમિકલ્સ એન્ડ ફાર્મા’ જેવી બિન-નોંધાયેલ પેઢીઓના નામે આ ડ્રગ્સ વિદેશ મોકલતા હતા.

ધરપકડ કરાયેલ આરોપીઓ

(૧) ચેતન કનુભાઈ વાવડીયા
(૨) ભૌતિક દામજીભાઈ પદમણી

  • ​અગાઉ પકડાયેલ આરોપી – નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયા (રહે. કતાર ગામ – સુરત).

કેવી રીતે આચરવામાં આવતું કૌભાંડ ?

​એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ એટોમિડેટ પાવડરને ‘એલોવેરા પાવડર’ અને ‘ગીનોપોલ-૨૪ પાવડર’ જેવા ખોટા નામથી મિસલેબલીંગ કરતા હતા. તેઓ મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર જેવા દેશોમાં ખોટા બિલ અને બનાવટી કસ્ટમ ક્લિયરન્સના આધારે આ નશાકારક પદાર્થ મોકલતા હતા.

Most Popular

To Top