સુરત(Surat): રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મોડી રાત્રે મહેસુલ માળખામાં ફેરફાર કરતાં હુકમ કરાયાં હતાં. 139 નાયબ કલેક્ટરોની બદલી થતા સુરત સિટી પ્રાંત તરીકે ધોરાજી પ્રાંતને, નર્મદાના નાયબ ચૂંટણી અધિકારીને સુરત ડીએસઓ, ગાંધીનગર આઈઓરા સ્ક્રુટીની અધિકારીને કામરેજ પ્રાંત અને અમરેલી પ્રાંતને ઓલપાડ પ્રાંતનો ચાર્જ સોંપાયો છે.
સ્ટેમ્પ ડ્યૂટી-1 ના નાયબ કલેક્ટર યુ.એન.જાડેજાને ભરૂચ પ્રાંત તરીકે સાર્જ સોંપાયો છે. કામરેજ પ્રાંત કે.જી.વાઘેલાને નવસારી ડેપ્યુટી કલેક્ટર-1 નો ચાર્જ સોંપાયો છે. આ સિવાય સુરત સિટી માટે અતિ મહત્વપૂર્ણ સિટી પ્રાંત તરીકેનો ચાર્જ ધોરાજી પ્રાંત અધિકારી જી.વી.મિયાણીને સોંપાયો છે. ગાંધીનગર આઈઓરા સ્ક્રુટીનીના ઓફિસર એસ.સી.સાવલિયાને કામરેજ પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે. નર્મદા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એ.આઈ.હળપતિને સુરત ડીએસઓ તરીકે નિમણૂક અપાઈ છે. વડોદરા કરજણ પ્રાંત અધિકારી કે.આર.પટેલને સુરત જમીન સંપાદન-4 અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે. અગાઉ સુરત ઉધના અને ચોર્યાસી મામલતદાર તરીકે ફરજ બજાવી ગયેલા અને પ્રમોશન મેળવી તાપી જિલ્લામાં પુરવઠા વિકાસ અધિકારી નૈતિકા પટેલને ભરૂચ અંકલેશ્વર પ્રાંત તરીકે ચાર્જ સોંપાયો છે. અમરેલી પ્રાંત સી.કે.ઉંધદને ઓલપાડ પ્રાંતનો અને સુરેન્દ્રનગર પ્રાંત અનિલકુમાર ગોસ્વામીને સુરત પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટરનો ચાર્જ સોંપાયો છે.