સુરત: ઇચ્છાપોર કવાસ પાટિયા નજીક ટ્રકે (Truck) રાહદારીને અડફેટે ચઢાવતા શ્રમજીવીનું કરુણ મોત (Death) નીપજ્યું હતું. હિટ એન્ડ રન (Hit and run) કેસમાં મોત ને ભેટેલા નરેશકુમાર રાવ ટ્રેલર ડ્રાઇવર (Trailer driver) હોવાનું અને બિહારના વતની હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ ટ્રક ચાલકે નરેશના શરીર પર ટ્રકનું ટોન્ટિંગ વહીલ ચઢાવી દીધું હોવાના મૃતદેહ પરથી નિશાન પણ મળી આવતા અનેક પ્રશ્ન ઉભો થયા છે.
ધર્મેન્દ્ર શુકલા (મિત્ર) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ મંગળ વારની રાત્રે 8:40 બની હતી. મૃતક નરેશકુમાર રામેશ્વર રાવ (ઉ.વ.30) નોકરી પરથી પાર્કિંગ તરફ જતા દુર્ઘટના બની હતી. ત્યારે એક અજાણ્યા ટ્રકના ચાલકે નરેશને અડફેટે ચઢાવી ભાગી ગયો હતો. રોડ બાજુએ લોહીના ખાબોચિયામાં પડેલા નરેશ ને જોઈ 108 ને જાણ કરાઈ હતી. 108ના કર્મચારીએ સ્થળ પર આવી કાડીયાર્ક મસાજ આપી તાત્કાલિક સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.
શિવમ (વતનવાસી) એ જણાવ્યું હતું કે નરેશ બિહારનો વતની હતો. 10 દિવસ પહેલા જ ગુરુદેવ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી પર લાગ્યો હતો. સુરત હજીરા રોડ ઉપર આવેલા એસ્સાર કંપનીના પાર્કિંગ નંબર 9 માં ટ્રેલર પાર્ક કરી ગાડીમાં જ સુઈ ગયો હતો. ઘટનાની જાણ બાદ પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. નરેશ ને પત્ની અને ત્રણ બાળકો ના પિતા હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ વતન લઈ જવાની તૈયારી ચાલી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે ઘટના સ્થળના ફોટો વિડીયો જોયા બાદ એવું લાગ્યું કે ટ્રક નરેશના શરીરની એક બાજુથી ફરી વળ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. નરેશના શરીર પરથી ટ્રકના ટોન્ટિંગ વહીલના નિશાન પણ મળી આવ્યા હોય એ વાતને નકારી શકાય નહીં. પોલીસ આ તમામ બાબતો ને ધ્યાન પર લઈ તપાસ કરે તો નરેશના પરિવાર ને ન્યાય મળી શકે એ વાત ભૂલવી ન જોઈએ.