SURAT

મિલમાં કામ કરતાં યુવકની લાશ કાપડના તાકા નીચે કેવી રીતે ગઈ ?

પલસાણા: પલસાણા ગામની સીમમાં આવેલી રતન પ્રિયા મિલમાં ગુરૂવારે કાપડના તાકા નીચેથી દટાયેલી હાલતમાં યુવકની સડેલી હાલતમાં લાશ મળી આવતા પલસાણા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી હત્યાની આશંકા હોવાથી તે દિશામાં પણ તપાસ હાથધરી છે.

પલસાણાની કાઠિયાવાડી હોટલની પાછળના ભાગે રહેતા અને મુળ મધ્યપ્રદેશના વતની આકાશ રામબહાદુર કોળી (ઉ.વ ૨૧) પલસાણાના ઇકોટેક્ષટાઇલ્સ પાર્કમાં આવેલી રતન પ્રીયા મીલમાં કામ કરતો હતો. બુધવારે મીલના ત્રીજા માળે કાપડાના તાકાઓ નીચે દટાયેલી હાલતમાં તેની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા પલસાણા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા આકાશના શરીરે ઇજાના કઈ નીશાન દેખાયા નહોતા ત્યારે તેની લાશ કાપડના તાકાઓ નીચે કેવી રીતે ગઇ તે પણ તપાસનો વિષય છે. ત્યારે પોલીસે પ્રાથમિક તપાસ બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી હત્યાની પણ આશંકા હોવાથી તે દિશામાં પણ પલસાણા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

સ્ક્રેપના ગોડાઉનમાં મજૂરનો આપઘાત: પોલીસે ગેસ કટરથી દરવાજો ખોલી લાશ બહાર કાઢી
આમોદ: આમોદ મલ્લા તલાવડી પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં બિહારી મજુરે પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ આત્માહત્યા કરી હતી.આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ મલ્લા તલાવડી પાસે તૈયુબ શેખનું સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે. જેમાં તેમણે મજૂરોને રહેવા માટે ઓરડીઓ બનાવી છે. જેમાં ગુરૂવારે સંતોષ ઈશ્વર મંડલ (ઉ.વ.૨૪.મૂળ રહે. ગોબરાહી (બિહાર)એ મજૂર રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ ગયો હતો. જેની જાણ તેની સાથે મજૂરી કરતા પ્રકાશ ચોપાલને થતાં તેણે ગોડાઉનના સંચાલક તૈયુબ શેખને જાણ કરી હતી ત્યારબાદ તૈયુબ શેખે મરણ જનારના પરિવારજનોને ફોનથી જાણ કરી હતી અને આમોદ પોલીસને પણ જાણ કરતાં પોલીસે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે ગેસ કટરની મદદથી દરવાજો ખોલી તેની લાશને નીચે ઉતારી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા હતાં. પોસ્ટમોર્ટમ બાદ તેની અંતિમવિધિ પણ આમોદમાં જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top