SURAT

વિધર્મીની આટલી બધી હિંમત, અડાજણની હિન્દુ યુવતીને ગંદો વિડીયો ઉતારવા ઓફર આપી

સુરત : સુરતના અડાજણમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અડાજણની (Adajan) એક યુવતીને 50 હજાર રૂપિયાની લાલચ (Temptation) આપી બિભત્સ વિડીયો (Video) ઉતારવાનું કહેતા એક વિધર્મીની અડાજણ પોલીસે (Police) ધરપકડ કરી છે.

  • હિન્દુ દીકરીઓને નિશાન બનાવાઈ રહી હોય તેવો કિસ્સો
  • વિધર્મીએ હિન્દુ દીકરીને કરી હેરાન

પોલીસ તપાસમાં (checking) વિધર્મી યુવક મોબાઈલ (Mobile) ઉપર યુવતીને મેસેજ (Message) કરીને હેરાન પણ કરતો હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે વિધર્મી સામે ગુનો નોંધી ધરપકડ (Arrest) કરી છે અને આગળની તપાસ (Checking) હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અડાજણની યુવતીને 50 હજારની લાલચ આપી બિભત્સ વિડીયો ઉતારવાનું કહેતા એક વિધર્મીની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. અડાજણ પોલીસની તપાસમાં વિધર્મી યુવક અડાજણની યુવતીને મેસેજ કરી માનસિક ત્રાસ આપતો હોવાનું પણ સામે આવ્યું છે. અડાજણ પોલીસે શેખ રેહાન વિરુદ્ધ કલમ 66, 67સી મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસને રેહાન શેખની ધરપકડ બાદ તપાસમાં તેના મોબાઇલમાર્થી અલગ અલગ 10થી વધુ યુવતીઓ સંપર્કની જાણકારી મળી છે. જેમાં માત્ર બે યુવતીઓ વિધર્મી છે જયારે બાકીની યુવતીઓ હિન્દૂ છે. આ ઉપરાંત રેહાને કોની સાથેની વાતો ડીલીટ કરી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

થોડા સમય પહેલાં વિધર્મીએ સગીરાને ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું હતું
હિન્દુ યુવતીઓને વિધર્મીઓ દ્વારા ફસાવવામાં આવી રહી હોવાના અનેક કિસ્સા અવારનવાર બહાર આવતા રહે છે. હજુ ગઈ તા. 6 ઓક્ટોબરના રોજ જ સુરતમાં આવો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં હિન્દુ સગીરાને ફસાવી તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. આ કિસ્સામાં હિન્દુ યુવતીને ફસાવવા માટે વિધર્મીને રૂપિયા મળ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી.

તે બનાવ એવો હતો કે પાંડેસરામાં રહેતી સગીરાને ખોટી રીતે પ્રેમજાળમાં ફસાવી તેનું ધર્મપરિવર્તન કરાયું હતું. આ કેસમાં આરોપી રિઝવાન ગફારે પોતાનું નામ બદલી કરણ રાખી સગીરા સાથે પરિચય કેળવ્યો હતો. ધર્મપરિવર્તન કરાવ્યા બાદ આરોપીએ સગીરાને માનસિક ત્રાસ આપ્યો હતો. સગીરાએ પોલીસ ફરિયાદ કરતા આરોપી રિઝવાન ગફારની ધરપકડ કરાઈ હતી. હિન્દુ સગીરાને ફસાવવા બદલ રૂપિયા મળ્યા હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

Most Popular

To Top