સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર રૂસ્તમપુરાના 75 વર્ષીય પુરૂષને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રાંદેરના 52 વર્ષીય પુરૂષને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અમરોલીના 23 વર્ષીય યુવકને સ્મીમેરમાં ખસેડાયો છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરવટપાટિયાના 80 વર્ષીય વૃદ્ધને સ્મીમેરમાં ખસેડાયા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. .વેસુના 30 વર્ષીય પુરૂષને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સિટીલાઇટરોડની 43 વર્ષીય મહિલાને મિશનમાં ખસેડાયા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અડાજણની 23 વર્ષીય યુવતીને મિશનમાં ખસેડાઇ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. . અડાજણ પાટિયાના 50 વર્ષીય પુરૂષને મિશન હોસ્પિટલમાં ખસેડાયા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ શંકાસ્પદની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સુરતમાં અત્યાર સુધીમાં 195 કેસ શંકાસ્પદ નોંધાયા છે જેમાં 13 કેસ પોઝિટિવ છે અને 177 નેગેટિવ છે જ્યારે પાંચ કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે.
સુરતમાં વધુ આઠ શંકાસ્પદ કેસ મળ્યા
By
Posted on