સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે અને તેઓ મિશનમાં સારવાર લઇ રહ્યા છે. અમરોલીનાના 50 વર્ષીય પુરૂષ છે અને તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. વેડરોડના 38 વર્ષીય પુરૂષ છે અને તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. લિંબાયત નિલગીરીના 1 જ દિવસના બાળકનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે જેણે ગઇકાલે જ નવી સિવિલ હોસ્પિટલમાં જન્મ લીધો હતો. પૂણાગામના 55 વર્ષીય પુરૂષ છે અને તેઓ મિશનમાં સારવાર લઇ રહ્યાં છે. વીઆઇપીરોડની આઠ વર્ષીય બાળકી છે અને તે મિશનમાં સારવાર લઇ રહી છે. ઉપરાંત 64 વર્ષીય પુરૂષ છે જેઓ શેલ્બીમાં સારવાર લઇ રહ્યાં છે.સુરત મહાનગર પાલિકા દ્વારા ગઇકાલે ગુજરાતમાં પહેલી વાર આ બે વિસ્તારોને માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને પણ બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ પર પ્રતિબંધ મકી દેવામાં આવ્યો છે. મ્યુનિ. તંત્રએ માસ કોરોન્ટાઈન કરી દીધું છતાં હજી કેટલાક લોકોની મુવમેન્ટ જોવા મળતી હોય આ વિસ્તારમાં હવે મોટાપાયે દંડનીય કાર્યવાહી કરવા માટે વિચારણા થઈ રહી છે.બીજી તરફ રાંદેરના 16 હજાર ઘરના 54 હજાર લોકોને માસ કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ ગઈકાલથી આજ સુધીમાં રાંદેરથી જોડાયેલા ન્યુ રાંદેર રોડ ગોરાટમાં વિસ્તારમાંથી પણ ત્રણ પોઝિટિવ કેસ આવી ગયાં છે. તેથી મનપાએ અહી રાંદેરની બાજુના વિસ્તારને બફર ઝોન જાહેર કરી દીધો છે. આવી જ રીતે બેગમપુરા હાથી ફળિયાની આસપાસના વિસ્તારમા પણ બફર ઝોન જાહેર કરીને ત્યાં પણ કોઈ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ મુકી દવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં મનપા દ્વારા લોકોની હેરફેર સામે મોટાપાયે દંડની વિચારણા પણ કરવામાં આવી રહી છે.
1 દિવસના નવાજાત શીશુનો રિપોર્ટ નેગેટિવ
By
Posted on