કોરોનાએ લોકોના વ્યાપાર ધંધા પર ઉંડી અસર પાડી છે. ત્યારે લોકો પણ કોરોનાનો ઉપયોગ કરીને ધંધા વ્યાપારમાં કંઇક નવું કરી રહ્યા છે. કોરોના વાઇરસ જેવી દેખાતી સંદેશ મીઠાઇ બાદ હવે કોરોના બર્ગર અને ડોસા તૈયાર કરાયા છે. કોરોના આકારમાં બર્ગર અને ઢોસા તૈયાર કરનાર રેસ્ટોરાંના માલિક રેને સાઉસેડોનું કહેવું છે કે, કોરોના મહામારી બાદ વેપાર ઠપ પડ્યો હતો. કોવિડ થીમ વાળા બર્ગરને માર્કેટમાં મુક્યા બાદ બધા તેને ખાવા ઇચ્છે છે. તેને ખરીદવા માટે ગ્રાહકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ એક કોરોના બર્ગરની કિંમત લગભગ ૩૦૦ રૂપિયા છે.
કોરોના બર્ગર ખરીદવા માટે ડોક્ટર્સ અને નર્સ આવે છે.
કોરોના બર્ગરમાં બીફ, મોઝરેલા ચીઝ, પ્યાજ, પાલક, ટમાટર, બોરબન સોસ અને એવોકાડોનો ઉપયોગ કરાયો છે. કોરોના બર્ગર ખરીદવા મોટાભાગે ડોક્ટર અને નર્સ આવે છે. જે તેની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેને મજાકના અંદાજમાં લઇ રહ્યા છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. જેમ જેમ મહામારીની અસર ઘટશે તેમ તેમ બર્ગર ખાનારા લોકોની માંગ પણ વધશે.
લોકો કોરોનાના આકારમાં ઢોસાની માંગ કરી રહ્યા છે.
કોરોનાની મહામારી વચ્ચે પણ ફૂડના શોખીન સુરતીઓ ખાણી-પાણી સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરવા માટે તૈયાર નથી. લોકો પ્લેન અને નાયલોન ઢોસામાં પણ કોરોનાના આકારના ઢોસાની ડિમાન્ડ કરી રહ્યા છે. અમે હવે રાઉન્ડની જગ્યાએ કોરોનાના શેપમાં ઢોસા બનાવીને લોકોને પિરસી રહ્યા છીએ.