SURAT

સુરત પોલીસ વિભાગની છ ઝોન સાથે 12 ડિવીઝનમાં વહેંચણી : નવા એસીપી, ડીવાયએસપીની બદલી

સુરત : સુરત (Surat) શહેર પોલીસ કમિશનર (Commissioner of Police) વિસ્તારમાં અત્યાર સુધી ચાર ઝોનમાં ચાર ડીસીપી (DCP) અને આઠ એસીપી (ACP) અલગ અલગ આઠ ડિવિઝન સંભાળતા હતા પરંતુ નવા સીમાંકન મુજબ શહેરનો વિસ્તાર વધતા હવે ઝોનની સંખ્યા ચારથી વધારી છ કરવામાં આવી છે અને ડિવિઝન આઠ થી વધારી ૧૨ કરાયા છે. રાજ્ય સરકારના (State Govt) ગૃહ વિભાગ (Home Affairs) દ્વારા શુક્રવારે મોડી રાત્રે આઇપીએસ અને ડીવાયએસપીની બદલી સાથે નવા અધિકારીઓની નિમણૂંકમાં આ ઓર્ડર કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ વિભાગમાં નવા સીમાંકનલઇને ગૃહવિભાગે સુરતને નવા સીમાંકન પ્રમાણે નવા આઇપીએસ અને નવા ડીવાયએસપીની ફાળવણી કરી હતી.

છ ઝોનને અલગ અલગ 12 ડિવિઝનમાં વહેંચણી કરી

આ સાથે જ છ ઝોનને અલગ અલગ 12 ડિવિઝનમાં વહેંચણી કરીને સુરતમાં જ ફરજ બજાવતા કેટલાક અધિકારીઓની બદલી તેમજ સુરતની બહારથી કેટલાક અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હતી. શક્યતા પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ અધિકારીઓ પોત-પોતાનો ચાર્જ લઇ લેશે અને સુરતનું નવુ સીમાંકન પણ લાગુ કરી દેવામાં આવશે. મોડી રાત્રે ગૃહવિભાગ દ્વારા જે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.તેમાં સુરતના ડીસીપી જસુભાઇ દેસાઇને લાજપોર જેલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે મુકવામાં આવ્યા હતા, જ્યારે સુરતના વિવાદીત એસીપી સી.કે. પટેલને ભરૂચ ટ્રાન્સફર કરાયા હતા. જ્યારે તેમની જગ્યાએ કચ્છ(પૂર્વ)ના એસીપી વિપુલ પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

ગુજરાતમાં મોડી રાતે 22 IPSની બદલી
આર બી બ્રહ્મભટ્ટને CIDના DGP બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી આશીષ ભાટીયા પાસે વધારાનો ચાર્જ હતો. ગુજરાતમાં મોડી રાતે 22 IPSની બદલી કરવામાં આવી છે. જેમાં આણંદ એસપી સહિત અલગ અલગ જગ્યાએથી 22 આઈપીએસ અધિકારીને બદલી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીલક્ષી આ બદલીમાં હજુ આગામી સમયમાં મોટા અધિકારીઓને બદલી આવે તેવી પૂરી શક્યતા છે. ભાવનગરના એએસપી હસન સફીનને અમદાવાદ શહેરના ટ્રાફિકના ડીસીપી તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે. જ્યારે રાજકોટના પ્રવીણકુમારને આણંદના એસપી બનાવાયા છે.

ચૂંટણી જાહેર થાય તો આચાર સંહિતા પૂર્વે તેમને જગ્યા પર નિમણૂક
હાલ આ બદલીઓના કારણે ટૂંક સમયમાં નવી જગ્યા પર અધિકારીઓ જલ્દીથી ચાર્જ લઈ લેશે. કારણ કે થોડા સમય બાદ ચૂંટણી જાહેર થાય તો આચાર સંહિતા પૂર્વે તેમને જગ્યા પર નિમણૂક કરવામાં આવે. હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. તે દરમિયાન આઈ પી એસ અધિકારીની બદલી થતાં હવે અન્ય આઇપીએસની પણ ટૂંક સમયમાં બદલી આવશે તેવું નક્કી થઈ ગયું છે.

Most Popular

To Top