SURAT

ઉધનામાં સિટી બસે યુવકને કચડી નાખ્યો : CCTV સામે આવ્યા

સુરત: સુરત BRTS દ્વારા થતાં અકસ્માત(Accident)ની ખબરો વારંવાર આવતી હોય છે. ત્યારે આવોજ એક ભયાવહ(Scary) વિડીયો(Video) સામે આવ્યો છે. જેમાં ઉધના(Udhana) BRTS રૂટમાં ગંભીર અકસ્માત(Accident) થયો હોવાનું દેખાય રહ્યું છે. બસચાલકની બેદરકારીના કારણે એક યુવકનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. બસચાલકે યુવકને કચડી નાંખ્યો હતો પરંતુ CCTV સામે આવ્યા બાદ કાર્યવાહી શરૂ થઈ છે.

  • સુરત સિટી બસએ સર્જ્યો વધુ એક અકસ્માત
  • BRTS લેન માંથી રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ભૂલ કોની?
  • પોલીસ પ્રસાસન અકસ્માતો રોકવા હવે શું કરશે?

સુરતના ઉધનામાં સિટી બસના ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લઈ કચડી નાંખતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. એટલુંજ નહીં પણ ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સિટી બસના ડ્રાઈવરોની ગંભીર લાપરવાહી વધુ એક યુવાનને ભરખી ગઈ હોવાનું કહી શકાય છે. ત્યારે આવા અકસ્માતને રોકવા માટે પોલીસતંત્ર શું કરશે એ મોટો પ્રશ્ન છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના ઉધના વિસ્તારમાં બની હતી. સિટી બસની અડફેટે યુવકનું મોત થયું હતું. અકસ્માત બાદ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. હચમચાવતા વિડીયોમાં યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારબાદ બસ યુવકને અડફેટે લઈ કચડી નાખે છે. અકસ્માત બાદ બસનો ચાલક બ્રેક સુધ્ધાં મારતો ન હોવાનું વિડીયો પરથી કહી શકાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ સુરત મહાનગરપાલિકાના BRTS વિભાગની ઘોર બેદરકારી કહી શકાય છે. અવારનવાર વધતા જતા અકસ્માત સિટી બસના ડ્રાઈવરો બેદરકારીથી સર્જતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકાનો તંત્ર ઘોર નિદ્રામાં હોય એમ કહી શકાય છે. જેથી સિટી બસના ચાલકો એક બાદ એક નિર્દોષ રાહદારીઓને કચડી રહ્યા હોય એમ કહી શકાય છે. આ CT બસ નહિ પણ યમદૂત નું વાહન હોય એમ લાગી રહ્યું છે. આ સ્થિતિમાં મોટો પ્રશ્નએ પણ છે કે રાહદારી BRTS લેનની અંદરથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આ ભૂલ છે કોની?

Most Popular

To Top