સુરત: સુરતમાં (Surat) બે માસુમ બાળકો ઉપરા ઉપરી રહસ્યમય બીમારીના (Disease) કારણે મોતને (Death) ભેટતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ નહીં પણ બન્ને પરિવાર ના માસુમ બાળકો પરિવારમાં એકનાં એક દીકરા અને બે બહેનોના એકના એક ભાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ બન્ને બાળકોના મૃતદેહ (Deathbody) પોસ્ટ મોર્ટમમાં (PM) મુકાવી તંત્રએ પોલીસને (Police) જાણ કરી છે.
ઝાડા થઈ જતાં સારવાર માટે બાળકને હોસ્પિટલ ખસેડાયો જ્યાં તેને મૃત જાહેર કરાયો
રાજેશ રાજ (મૃતક બાળકના પિતા)એ જણાવ્યું હતું કે લકી માત્ર 2.5 વર્ષનો હતો. બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તેને આજે સવારે અચાનક ઝાડા શરૂ થઈ ગયા હતા. 4-5 વખત ઝાડા થતા લકીને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. કોઈ સારવાર મળેએ પહેલાં જ લકી મોત ને ભેટ્યો હતો. તેઓ મૂળ બિહારના વતની અને રોજગારી માટે સુરત પાંડેસરા ગણેશ નગરમાં રહેતા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હું પ્રિન્ટિંગ મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. લકી પરિવારનો લાડકો અને એકનો એક દીકરો હતો. જો કે હાલ લકીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
3.5 વર્ષનું બાળક રમતા રમતા ઠંડુ પડી જતા મોતને ભેટ્યું
સુનિલકુમાર સિંહા (મૃતક બાળકના પિતા)એ જણાવ્યું હતું કે તેઓ બિહારના વતની અને બમરોલી રોડ ભક્તિ નગરમાં રહે છે. 3.6 વર્ષ ના શત્રુઘ્ન જન્મ જાત જ દિવ્યાંગ હતો. સાડા ત્રણ વર્ષનો થઈ ગયો હોવા છતાં તે બોલી-ચાલી શકતો ન હતો. એક મહિના પહેલા જ તેઓ પોતાના વતન બિહારથી સુરત આવ્યા હતા. બે બહેનોનો શત્રુધ્ન એકનો એક ભાઈ હતો. દીકરા શત્રુઘ્નને કિડનીની બીમારી સાથે હૃદયની પણ સારવાર ચાલી રહી હતી.
દરમિયાન આજ સવારે તે રમતા રમતા અચાનક ઠંડો પડી ગયો હતો. જેથી સિવિલ હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હું લુમ્સનો કારીગર છું અને નાઈટ પાળી કરીને ઘરે આવ્યો હતો. આવ્યા પછી રમતા દીકરાને જોઈ તેઓ સુઈ ગયા હતા. જો કે થોડીવારમાં જ પત્નીએ રડા રોડ કરતા અને બૂમાબૂમ કરતા હું ઉઠી ગયો અને દીકરાને જોયો તો તે ઠંડો પડી ગયો હતો.