SURAT

યોગીચોકની તુલસી પાર્ક સોસાયટીના ત્રીજા માળેથી બાળકી પટકાય : હાલત ગંભીર, CCTV સામે આવ્યા

સુરત: સુરતમાં (Surat) વાલીઓ માટે ફરી એકવાર લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વરાછા યોગી ચોક સ્થિત એક સોસાયટીની ગેલેરીમાંથી કિશોરી નીચે પટકાય હોવાનો CCTV વાઇરલ થયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મેઈન ગેટ ની અંદર બાંકડા ઉપર બેસેલા વૃધો કિશોરીને નીચે પડતા જોઈ હેબતાઈ જાય છે. એટલું જ નહીં પણ એક વૃદ્ધ કિશોરીને તાત્કાલિક ઉપાડી હોસ્પિટલ લઈ જતો પણ દેખાય છે. ઘટનાની જાણ બાદ એક મહિલા સ્થળ પર જ બેભાન થઈ જાય છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જોકે ઘટનાને પગકે ASI દાનું ભાઈ એ જણાવ્યું હતું કે દીકરી ની ઉંમર 11 વર્ષ છે અને ધોરણ-10 માં અભ્યાસ કરે છે. એના પિતા સાથે મુલાકાત થઈ નથી એટલે વધુ વિગત મેળવી શક્યા નથી. પરંતુ 11 વર્ષની દીકરી ધોરણ-10માં અભ્યાસ કરે એ એક પ્રશ્ન બને છે.

દાનુંભાઈ (ASI, સરથાણા) એ જણાવ્યું હતું કે ઘટના શનિવારે 11 વાગે બની હતી. એક બાળકી યોગીચોક તુલસી પાર્ક સોસાયટીના એક મકાનના ત્રીજા માળેથી નીચે પટકાય હતી. ત્યારબાદ એને નજીકની ખાનગી હોસ્પિટલ પછી વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ માં લઇ જવાય હતી. ઘટનાને 48 કલાક થઈ ગયા બાદ પણ પોલીસ પાસે પરિવાર ને લાગતી કોઈ માહિતી ન હતી. પિતા શુ કરે, ક્યાં વતનના છે. ક્યાં ધોરણમાં અભ્યાસ કરે છે એમ પૂછતાં દાનું ભાઈએ જણાવ્યું છે કે બાળકી ધોરણ-10માં અભ્યાસ કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે 11 વર્ષની બાળકી ધોરણ-10માં અભ્યાસ કઈ રીતે કરી શકે, ક્યાં ઉંમર ખોટી છે, ક્યાં ધોરણ.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાળકી રમતા રમતા નીચે પટકાય હતી. ગેટ પાસે ના CCTV માં આખી ઘટના કેદ થઈ હતી. બાકડાઓ પર બેસેલા વૃદ્ધ બાળકીને નીચે પટકાતા જોઈ હેબતાઈ ગયા હતા. જોકે તાત્કાલિક ઇજાગ્રસ્ત બાળકીને ઉપાડી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ બાળકી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે. ASI ડાનુભાઈ એ જણાવ્યું હતું કે હાલ નિવેદન લઈ જઈ રહ્યા છે. એમના પરિવાર સાથે વાત થાય પછી જ માહિતી આપી શકીશ

Most Popular

To Top