SURAT

સુરતના પીપલોદમાં કારના શો-રૂમમાં કરોડોની ઉચાપત

સુરત: સુરતના (Surat) પીપલોદમાં (Piplod) કારના (Car) એક શોરૂમમાં (Showroom) નોકરી (Job) કરતા એકાઉન્ટન્ટ મેનેજર અને ઇન્શ્યોરન્સ મહિલા મેનેજરે 1.54 કરોડની ઉચાપત કરવાની ધટના સામે આવી છે. કંપનીના એચઆર (HR) મેનેજરે ઉમરા પોલીસ મથકમાં (Police) કંપનીમાં કાર્યરત મહિલાકર્મી સહિત 2 કર્મચારી સામે ગુનો નોંધાવ્યો છે.

પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું છે કે એકાઉન્ટન્ટ મેનેજર કલ્પેશ પટેલ અને ઇન્શ્યોરન્સની મહિલા મેનેજર મીરા સાબુવાલાએ 1-3-17 થી 1-3-21 સુધીમાં 1.54 કરોડની ઉચાપત કરી હતી. આ અંગે કંપનીના ચીફ એકાઉન્ટન્ટ દ્વારા તેઓ સામે ગુનો નોંધાવાતા બન્ને કર્મીઓની આ ઉચાપતનો ભાંડો ફૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ કલ્પેશ પટેલે 46 લાખની રકમ કંપનીમાં જમા કરાવી હતી જયારે 1.08 કરોડની રકમ કંપનીમાં જમા કરાવી ન હતી. એફિડેવિટમાં કલ્પેશે મીરા સાબુવાલા સાથે ઇન્શ્યોરન્સની રકમ જમા લઈ ડમી લેઝર એકાઉન્ટ બનાવી ઉચાપત કરતા હોવાની કબૂલાત કરી છે.

માંગરોળમાં બાઈક ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી 10 વર્ષે ઝડપાયો
વાંકલ: માંગરોળ તાલુકામાં વર્ષ-૨૦૧૧માં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને 10 વર્ષ બાદ એલસીબીની ટીમે ઝડપી પાડી માંગરોળ પોલીસને હવાલે કર્યો છે. મૂળ મહારાષ્ટ્રના નંદરબારના નવાપુરના તારાપુરનો વિશ્વાસ અમરસિંગ વડવી વતની છે અને હાલ સુરત ભેસ્તાન ચાર રસ્તા વૃંદાવન સોસાયટી ખાતે રહે છે. આરોપીએ વર્ષ-૨૦૧૧માં માંગરોળમાં બાઈક ચોરી કરતા તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લાં દસ વર્ષથી આરોપી ભાગતો ફરતો હતો. જેને એલસીબીની ટીમે તાજેતરમાં ઝડપી પાડી માંગરોળ પોલીસને હવાલે કર્યો છે. આરોપીએ સુરત સિટી અને જિલ્લામાં તેમજ તાપી, નવસારી વગેરે જિલ્લામાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. હાલ આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ કાર્યવાહી કરી રહી છે.

ભરૂચમાં કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો વલસાડનો બુટલેગર ઝડપાયો
ભરૂચ: વલસાડના એક ઇસમને ટવેરા ગાડીમાં ચોરખાનામાં દારૂ સંતાડી લાવતાં ભરૂચ LCB પોલીસે આબાદ રીતે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીએ દમણ વાઈન શોપમાં દારૂનો જથ્થો બોટલો ટવેરા ગાડીમાં ભરી “વિરલ” નામના બુટલેગરે ભરૂચ બોલાવતાં તે હાજર ન હોવાનો પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો.

ભરૂચ LCB પોલીસ ખાનગી વાહનોમાં નગરમાં પેટ્રોલિંગમાં હતી. એ વેળા ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટવેરા ગાડી નં.(GJ-૨૧ M-૩૦૩૫)માં ચોરખાનામાં ગેરકાયદે વિદેશી દારૂ લઈ ભરૂચ સેવાશ્રમ રોડ પરથી પાંચબત્તી તરફ જાય છે. જેના પગલે પોલીસે વોચ ગોઠવી શક્તિનાથ તરફથી આવતી ટવેરા ગાડી કોર્ડન કરી રોકી હતી, જેમાં ડ્રાઈવિંગ સીટ પર ચેતન ઈશ્વર પટેલ બેઠેલો હતો. પોલીસે ટવેરા ગાડી ચેક કરતાં ચોરખાનામાંથી ગેરકાયદે વિદેશી દારૂ ૭૨ બોટલો કિંમત રૂ.૩૬,૦૦૦, એક મોબાઈલ રૂ.૩૦૦૦ અને ટવેરા ગાડી કિં.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૩૯,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. વલસાડના ઇસમની ધરપકડ કરી A ડિવિઝને વોન્ટેડ સહિત બે જણા સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top