SURAT

સુરત: વરાછામાં મહિલા વેપારીએ ગાડી પાર્ક કરી ત્યાં અજાણ્યાએ કારનો કાચ તોડી..

સુરત : વરાછા (Varacha) સીતાનગર પાસે મહિલા વેપારીની કારનો (Car) કાચ (Glass) તોડીને અજાણ્યો રૂા.3.50 લાખ ભરેલી બેગ (Bag) ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે વરાછા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અલથાણ આગમ હાઈટ્સ સનફ્લાવર ફ્લેટ નં – ૯૦૬માં રહેતા રીતીકાબેન જતીનભાઈ ખન્ના (ઉ.વ.૩૧) અઢી વર્ષથી ઍલિટસોલ સોલાર સોલ્યુસન નામથી સોલાર પ્લાન્ટનું કામકાજ કરે છે અને પીપલોદમાં ઓફિસ ધરાવે છે.

રિતીકાબેન તેના પતિ સાથે પાંચ દિવસ પહેલા રૂા.3.50 લાખ રોકડા લઇને બેંકમાં ભરવા માટે ગયા હતા. તેઓ વરાછાની શ્રીનચીકેતા વિદ્યાનિકેતન સ્કૂલમાં સોલાર પ્લાન્ટમાં સમસ્યા હોવાથી ત્યાં ચેકીંગ માટે ગયા હતા. આ ગાડી તેઓએ નીચે પાર્ક કરી હતી દરમિયાન અજાણ્યાએ ગાડીની પાછળની ભાગે ગાડીનો કાચ તોડી નાંખ્યો હતો અને દરવાજો ખોલીને ગાડીમાં બેગમાં મુકેલી રોકડા રૂા.3.50 લાખ ભરેલી બેગ ચોરી ફરાર થઇ ગયા હતા. આ બાબતે રીતીકાબેનએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉધનામાં મોબાઈલ લૂંટવા માટે આધેડ ઉપર ચપ્પુથી હુમલો
સુરત : ઉધના હરીનગર-૩ કોમ્યુનિટી હોલ પાસે રવિવારે વહેલી સવારે આધેડની પાસેથી મોબાઇલ લૂંટવા માટે તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જે અંગે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોના જણાïવ્યા મુજબ પાંડેસરા આકાશ રો હાઉસમાં રહેતા બ્રિજ કિશોર શ્યામબાબુ શિવહરે (ઉ.વ.૪૪) રવિવારે સાડા પાંચેક વાગ્યાના આરસામાં ઉધના હરીનગર-૩ કોમ્યુનીટી હોલ પાસે ઉભો હતો. તે વખતે બાઈક પર આવેલો અજાણ્યાએ હાથમાંથી મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જાકે બ્રિજકિશોરએ મોબાઈલï નહીં છોડતા ઝપાઝપી કરી પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારીï નાસી ગયો હતો. બનાવ અંગે ઉધના પોલીસે બ્રિજકિશોરની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top