- ઝોન કેપિટલ કામો(કરોડ)
- હેડ ક્વાર્ટસ 2744
- રાંદેર 37
- સેન્ટ્રલ 24
- કતારગામ 68
- વરાછા-એ 54
- વરાછા-બી 55
- ઉધના ઝોન-એ 41
- ઉધના ઝોન-બી 29
- લિંબાયત 59
- અઠવા 72
- કુલ 3183
- રૂપિયો ક્યાંથી આવશે ?
- ઓક્ટ્રોયની અવેજીમાં સરકારની ગ્રાન્ટ 23 %
- જનરલ ટેક્સ 15 %
- યુઝર ચાર્જ 23 %
- વાહન વેરો 2 %
- વ્યવસાય વેરો 4 %
- નોન ટેક્ષ રેવન્યુ 26 %
- રેવન્યુ ગ્રાન્ટ સબસિડી અને કન્ટ્રિબ્યુશન 6 %
- બીજી આવક 1 %
- રૂપિયો ક્યાં જશે ?
- એસ્ટાબ્લિશમેન્ટ 50 %
- વહીવટી અને જનરલ ખર્ચ 6 %
- મરામત નિભાવ અને વિજળી ખર્ચ 15 %
- સર્વિસ અને પ્રોગ્રામના ખર્ચ 9 %
- કન્ટ્રીબ્યુશન સબસિડી અને ગ્રાન્ટ 7 %
- લોન ચાર્જિસ તથા અન્ય નાણાકિય ખર્ચ 1 %
- ઘસારો 12 %
મનપામાં સમાવાયેલા નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને પ્રાધાન્ય અપાશે
સુરત મનપામાં સમાવાયેલા 27 ગામો અને 2 નગરપાલિકામાં બેઝીક આંતરમાળાખાકીય સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. નવા વિસ્તારોમાં તબક્કાવાર 173.52 એમએલડી ક્ષમતાના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 367.28 એમએલડી ક્ષમતાના કુલ 27 સુએઝ પંપીગ સ્ટેશન, 69.15 કિ.મી ની રાઈઝીંગ મેન લાઈન તથા કુલ 316.82 કિ.મી ના ડ્રેનેજ નેટવર્ક માટે વર્ષ 2022-23 માં કુલ રૂા. 30.72 કરોડનું આયોજન કરાયું છે. તેમજ નવા વિસ્તારમાં 382 એમએલડી ના 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 400 એમએલડીના 1 ઈન્ટેકવેલ, 1559 લાખ લીટર ક્ષમતાની 15 ઓવરહેડ ટાંકીઓ સહિત વોટર સપ્લાય નેટવર્ક માટે વર્ષ 2022-23 માં રૂા. 150 કરોડનું આયોજન કરાયું છે અને 4 કરોડના ખર્ચે વિવિધ 21 પ્રકારના વાહનો ખરીદાશે. 14 ગલ્પર મશીન અને નવા વિસ્તારોમાં જરૂરીયાત મુજબ નાગરિક સુવિધા કેન્દ્રો પણ શરૂ કરાશે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-2030 હેઠળ શહેરને આત્મનિર્ભર સીટી બનાવવા પર વિશેષ ધ્યાન અપાશે
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-2030 હેઠળ આત્મનિર્ભર ભારત, અમૃત 2.0 તથા સ્વચ્છ ભારત મિશન 2.0 ના માપદંડના અમલ હેઠળ સુરત સીટીને ઈકો સીટી-આત્મનિર્ભર સીટી બનાવવા તરફ વિશેષ ધ્યાન આપવામાં આવશે. ખાસ કરીને રીસાયકલિંગ-રીયુઝ ઓફ વોટર, રીન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી, એર ક્વોલીટી સુધારણા, વોટર કન્ઝર્વેશન, રેઈન વોટર હાર્વેસ્ટીંગ, રીઝ્યુએશન ઓફ વોટર, વેસ્ટ વોટર મેનેજમેન્ટ પ્લાન, સોવિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન, સર્વિસ લેવલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન, વોટર બેલેન્સ પ્લાન તથા ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર મુકવામાં આવશે.