સુરત(Surat): કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Election) પૂર્વે આવતીકાલે કેન્દ્રિય બજેટ રજૂ કરશે. આજે જાહેર થયેલું આર્થિક સર્વેક્ષણ જોતા કોરોનાની (Corona) ત્રીજી લહેર વચ્ચે બજેટ ચૂંટણીલક્ષી અને ફૂલ ગુલાબી રહેવાની સુરતના પરંપરાગત ઉદ્યોગો કાપડ, હીરા-ઝવેરાત, જરી અને એન્જિનિયરિંગ ક્ષેત્રને આશાઓ છે.
ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી અને ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી(ફિઆસ્વી)ના પ્રમુખ ભરત ગાંધીએ જણાવ્યું હતું કે વિયેટનામ, બાંગ્લાદેશ, મ્યાનમારથી ડમ્પ થતા ફેબ્રિક્સ પર 10થી 20 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ કરવા, કાપડ પર સ્થગિત 12 ટકા જીએસટી દર રદ કરવા અને પાવરલૂમ ઉદ્યોગમાં એક સમાન પાવર ટેરિફ લાગુ કરવામાં નાણાં મંત્રીને રજુઆત કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગને વધુ ગ્રોથ મળે અને નિર્ધારિત નિકાસના લક્ષ્યાંકને પાર પાડી શકાય તે માટે સરકાર તરફથી જાહેર થનારી પોલીસીઓમાં ઈન્ટરનેશનલ દરે રો – મટીરિયલ્સ મળવું જોઈએ. લેબર લોમાં સુધારો, લેબરની સ્કીલ અપગ્રેડ કરવા પ્રોત્સાહન આપતી જાહેરાતો થવી જોઈએ. સુરતના જરી ઉદ્યોગને ટફ જેવી યોજનાઓનો લાભ આપવો અને રીઅલ તથા ઇમિટેશન જરી પર 12 અને 5 ટકાની વિસંગતતા દૂર કરી 5 ટકા જીએસટી દર રાખવાની માંગ પણ કરવામાં આવી છે.
- બજેટ માટે ફીઆસ્વીની માંગણીઓ
- પાવરલૂમ્સ માટે યુનિકોમ પાવર ટેરિફ રાખો -વીવીંગ – પ્રોસેસિંગ એકમો માટે આયાત થતી મશીનરીના સ્પેરપાટ્સ પર લાગુ ઈમ્પોર્ટ ડ્યુટીમાં રાહત મળવી જોઈએ.
- વિવિંગ એકમોમાં ઉપયોગમાં આવતી મશીનરીઓ ખૂબ મોંઘી હોય છે માટે તેથી નવી ટીટીડીએસ યોજનામાં 40 ટકા સબસિડી આપવી જોઈએ
- સિલ્ક કાપડ ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે ઈમ્પોર્ટડ મલબારી સિલ્ક યાર્ન પર લાગતી 15 ટકાની ડ્યુટી ઘટાડી 7ટકા કરવી જોઈએ
- ટીટીડીએસ યોજનાનું પેકેજ 15000 કરોડ સુધી લઈ જવું જોઈએ.
- લેબર લોમાં સુધારો , લેબરની સ્કીલ અપગ્રેડ કરવા પ્રોત્સાહક યોજના જાહેર કરવી જોઈએ.
- બજેટમાં ફોસ્ટાની અપેક્ષા
- કાપડ પર ૧૨ ટકા જીએસટીનો સ્થગિત દર રદ કરો.
- ગાર્મેન્ટ હબ બનાવવા વ્યાજ અને ઈન્સેન્ટીવ સ્કીમ આપવી જોઇએ
- એમએસએમઇ હેઠળ આવતાં નાના વેપારીઓ માટે સ્પેશિયલ આર્થિક પેકેજ જાહેર કરવું.
- વેપારીઓ માટે પણ અકસ્માત વીમા અને પેન્શન યોજના શરુ કરવામાં આવે.
- જીજેઈપીસીની નાણામંત્રી સમક્ષ મુખ્ય માંગણીઓ.
- સનસેટ ક્લોઝના વિસ્તરણ તરીકે સેઝમાં જેમ્સ અને જ્વેલરી એકમો માટે કોર્પોરેટ આવક વેરો 25% થી 15% ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
- પરોક્ષ કર ના પ્રસ્તાવમાં કટ અને પોલિશ્ડ હીરા અને કિંમતી અને અર્ધ કિંમતી રત્નો પરની આયાત ડ્યુટી 7.5% થી ઘટાડીને 2.5% કરવામાં આવે,
- રફ કલર જેમસ્ટોન્સ (રત્નો) પર 0.50%ની મૂળભૂત કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવે,
- કિંમતી ધાતુઓ સોના/ચાંદી/પ્લેટિનમ પરની ઇમ્પોર્ટ ડ્યુટી 7.5% થી ઘટાડીને 4% કરવામાં આવે,
- ઇમ્પોર્ટ ડ્યૂટીના રીફંડ અને વિદેશી સહેલાણીઓ દ્વારા કરવામાં આવતી ખરીદી પર GST અંગે પોલિસી અને પ્રક્રિયા જાહેર કરવામાં આવે,
- હીરા, કિંમતી અને અર્ધ કિંમતી જેમસ્ટોન્સ માટે જોબ વર્ક પોલિસીનું વિસ્તરણ કરવામાં આવે
- સોનાના દાગીનાની નિકાસ માટે GST રિફંડની જેમ EDI સિસ્ટમ દ્વારા રેટ એન્ડ ટેક્ષીસ રિફંડ મિકેનિઝમ દાખલ કરવામાં આવે
- ઈ-કોમર્સ વેપાર માટે નિયમો ઘડવામાં આવે
- KP હેઠળ વિદેશમાંથી આયાત કરાયેલા રફ ડાયમંડને ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ કર્યા વિના રફ ડાયમંડ તરીકે વર્ગીકૃત કરવા માંગ કરાઈ છે
- ભારતમાં જ્વેલરી પાર્ક સ્થાપવા માટે ટેક્સટાઈલ પાર્ક માટે જે PM મિત્રા પોલિસી છે તેનો વિસ્તાર કરવામાં આવે
- ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીના ઈ-કોમર્સ થકી વ્યવસાયના પ્રચારને લગતા નિયમો ઘડવામાં આવે
સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણને મંજૂરી આપવા માંગ
જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સિતારમનને મોકલાવેલી પ્રિ-બજેટ ભલામણોમાં સુરત-મુંબઈમાં સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણને મંજૂરી આપવા માંગ કરી હતી.તથા કટ અને પોલિશ્ડ હીરા અને કિંમતી અને અર્ધ કિંમતી રત્નો પરની આયાત ડ્યુટી 7.5% થી ઘટાડીને 2.5% કરવામાં આવે એવી રજુઆત કરી છે.
સીધા કરવેરાને લગતા પ્રસ્તાવમાં સુરત-મુંબઈમાં સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણને મંજૂરી આપવા માટે કરવેરાની જોગવાઈઓમાં સુધારો કરી ફોરેન માઇનિંગ કંપની (FMC) માટે SNZ માં રફ હીરાના વેચાણ પર ટર્નઓવર લિંક્ડ ટેક્સ રેટ દાખલ કરવા ભાર મૂકવામાં આવ્યો છે.. FMC ટર્નઓવર ટેક્સ ચૂકવશે જે 0.16% (બેલ્જિયમમાં દર) કરતાં વધુ ન હોય તેની તકેદારી રાખવા પણ અપીલ કરી છે.
B2B ઇન્ટરનેશનલ ડાયમંડ ઓક્શન્સ માટે ઓનલાઈન ઇક્વલાઇઝેશન લેવી પર સ્પષ્ટતા કરવા અને ઇ-કોમર્સ ઓપરેટર દ્વારા ભારતમાં રહેતી વ્યક્તિને કરવામાં આવતી ઈ-કોમર્સ સપ્લાય અથવા સેવાઓમાંથી મળેલી રકમના 2% ના દરે ઇક્વલાઇઝેશન લેવી વસૂલવામાં આવે છે. ડાયમંડ સેક્ટર પર ELનો બોજ ન આવે તે માટે યોગ્ય સુધારોઅને સ્પષ્ટતા કરવામાં જણાવાયું છે, પછી ભલે રફ હીરાની ખરીદી ડિજિટલ પ્લેટફોર્મ પર હરાજી દ્વારા કરવામાં આવે.