સુરત: (Surat) એક્સીસ બેંકના એટીએમના કાર્ડ રીડરની (ATM Card Reader) સાથે સ્કીમર મશીન લગાવી એટીએમïમાં પૈસા ઉપાડવા માટે આવતા લોકોના કાર્ડના ડેટા ચોરી કરી મીનીટુલ્સ સોફ્ટવેર (Software) મારફતે એટીએમ કાર્ડ ક્લોન કરી લોકોના રૂપિયા ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ડિંડોલી પોલીસે પકડી પાડી છે. આ ટોળકી શહેરના 10 જેટલા ગુનામાં બે વર્ષથી વોન્ટેડ હોવાનું પોલીસે કહ્યું હતું. આ ઉપરાંત આ ટોળકી બિહારથી ફ્લાઇટમાં સુરત આવતી હતી અને એટીએમમાંથી લોકોનો ડેટા ચોરી (Thief) કરીને રૂપિયા ઉપાડતી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના અલગ અલગ પોલીસ મથકની હદમાં આવેલા એટીએમમાંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી દેશના અલગ અલગ રાજ્યોના એટીએમમાંથી રોકડા રૂપિયા ઉપાડી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઇ હતી. આ ગેંગનો એક સક્રિય સભ્ય મનીષ ભૂમિહાર બિહારના નવાદા અને ગયા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં ફરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બિહાર જઇને પોલીસે તેને પકડી પાડ્યો હતો. તે છેલ્લા બે વર્ષથી ધરપકડના ડરથી બિહાર જતો રહ્યો હતો. પોલીસે મનીષ કિશોરીસીંગ ભૂમિહાર (ઉ.વ.૨૯) અને તેનો સાગરીત રાજીવકુમાર પપ્પુસિંગ ભૂમિહારને (ઉ.વ.૨૮) બિહારથી ઝડપી પાડ્યા હતાં. આïરોપી મનીષસિંગ સુરતના 10 જેટલા ગુનામાં વોન્ટેડ હતો અને અગાઉ ક્રાઇમબ્રાન્ચ તેની ધરપકડ કરી ચૂકી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, મનીષ ભૂમિહાર બિહારથી ફ્લાઈટ મારફતે સુરત આવતો હતો અને ત્યારબાદ તેના ગેંîગના માણસોની અલગ અલગ ટીમો બનાવી એક્સીસ બેંકના એટીએમને ટાર્ગેટ કરાવતો હતો.
કેવી રીતે ઠગાઇ કરતા હતા..?
આંતર રાજય ગેંગ પહેલા એક્સીસ બેંકના એટીએમ ઉપર પસંદગી ઉતાર છે. ત્યાર બાદ એટીએમ મશીનનું વુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલી એટીએમ મશીનની અંદર કાર્ડ રીડરની સાથે સ્કીમર મશીન લગાવી દે છે. એટીએમમાં કોઇ વ્યક્તિ પૈસા ઉપાડવા આવે અને પીન નંબર એન્ટર કરે ત્યારેï આ ગેંગનો સભ્ય બાજુમાં ઉભા રહી તે પીન મોબાઇલમાં નોંધી લે છે. ત્યારબાદ એટીએમમાંથી મળેલ ડેટા લેપટોપમાં ચકાસી મીનીટુલ્સ સોફ્ટવેર મારફતે રાઈટર મશીનનો ઉપયોગ કરી ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી દિલ્હી, બિહારના અન્ય શહેરોના એટીએમ મારફતે રોકડા રૂપીયા ઉપાડી લેતા હતાં.