SURAT

SURAT AIR CONNECTIVITY : 1 મેથી સુરતથી હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ શરૂ

સુરત: કોરોનાને લીધે લોકો મોટાભાગે બહાર અવર-જવર કરવાનું ટાળતા હોય છે પંરતુ એરકંપની(AIR COMPANY)ઓને ટ્રાફિક મળતા કંપનીઓ દ્વારા સુરત(SRUAT)થી અન્ય શહેરો માટેની ફ્લાઇટો શરૂ કરવામાં આવી રહી છે. સ્પાઇસ જેટ (SPICE JET) દ્વારા આગામી 1 મેથી સુરતથી ગોવા અને સુરતથી હૈદરાબાદ (SURAT TO HYDERABAD) માટેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.

સ્પાઇસ જેટ દ્વારા ફ્લાઇટોનું શિડ્યુલ (SCHEDULE OF FLIGHT) પણ જારી કરવામા આવતા બુકિંગ (BOOKING) પણ શરૂ કરી દેવાયું છે.સુરત-ગોવા વચ્ચેની ફ્લાઇટ (SURAT-GOA FLIGHT) સુરતથી બપોરે 12:05 વાગે ઉપડીને 1-45 વાગે ગોવા ઉપડશે. જે ગોવાથી બપોરે 2:20 વાગે નીકળીને 3:30 વાગે સુરત આવશે. તે પ્રમાણે હૈદરાબાદ-સુરતની ફ્લાઇટ હૈદરાબાદથી સવારે 10 વાગે નીકળીને 11:50 વાગે સુરત પહોંચશે અને સુરતથી સાંજે 4:10 વાગ્યે ઉપડીને હૈદરાબાદ 4:55 કલાકે પહોંચશે. ઉલ્લેખનીય છે કે કોરોનાને લીધે લોકોમાં ભયનો માહોલ છે પરંતુ વિમાન (AIR O PLANE) કંપનીઓને મળી રહેલા ટ્રાફિક મોટો ફરક પડ્યો નથી. ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં ફક્ત 1300 પેસેંજરો ઘટ્યા હતા અને કુલ પેસેંજરોની સંખ્યા 65,540 રહી હતી.

સ્પાઇસ જેટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 15 અને 16 એપ્રિલે સ્પાઇસ જેટની દિલ્હીની સવાર અને સાંજની ફ્લાઇટ રદ રહશે. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતુ કે સવારે 8:10 કલાકે અને રાતે 20:20 કલાકે સુરત આવતી દિલ્હીની ફ્લાઇટ 15 અને 16મી તારીખે રદ રહેશે. સ્પાઇસ જેટે ટેક્નિકલ કારણોથી ફ્લાઇટ રદ કરી હોવાનું જણાવ્યું હતું.

દેશમાં કોવિડ-19 કેસોના વધારા વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, જે ડોમેસ્ટિક ફ્લાઇટનો સમયગાળો 2 કલાકથી ઓછો હશે તેમાં ભોજન સર્વિસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મંગળવારથી અમલમાં આવશે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે કોરોનાવાયરસ લોકડાઉન પછી 25 મેના રોજ સુનિશ્ચિત ઘરેલુ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે મંત્રાલયે વિમાન કંપનીઓને અમુક શરતો હેઠળ ફ્લાઇટમાં ભોજન પીરસવાની મંજૂરી આપી હતી. પાછલા ઓર્ડરમાં ફેરફાર કરતા મંત્રાલયના નવા તાકીદે જણાવ્યું હતું કે, સ્થાનિક ક્ષેત્રો પર ફ્લાઇટ્સ ચલાવતા એરલાઇન્સ, બોર્ડમાં ભોજન સેવાઓ પૂરી પાડી શકે છે, જ્યાં ફ્લાઇટની અવધિ બે કલાક કે તેથી વધુ હોય છે. મંત્રાલયે કહ્યું કે તેણે કોવિડ-19 અને તેના પ્રકારોના વધતા જતા જોખમને કારણે ઘરેલુ ફ્લાઇટ્સમાં ઓન બોર્ડ ભોજન સેવાઓની સમીક્ષા કરવાનું નક્કી કર્યું હતું.

એરલાઇન્સને ફક્ત બે કલાકથી વધુ સમયગાળાની ફ્લાઇટ્સ પર પ્રી-પેક્ડ નાસ્તા, ભોજન અને પ્રી-પેક્ડ બેવરેજીસ પીરસવાની મંજૂરી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના ત્રણેય કોરોનાવાયરસ સ્ટ્રેનમાં ટ્રાન્સમિસબિલિટીમાં વધારો થયો છે, તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જણાવાયું છે.

Most Popular

To Top