Business

સુરતના આ વિસ્તારમાંથી મળી આવ્યો ઈંગ્લિશ દારૂ, પોલીસને બાતમી મળતા શરૂ કરાય તપાસ

હથોડા: સુરત (Surat) જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) પીપોદરા જીઆઇડીસી (Pipodra GIDC) ખાતે આવેલા એક ગોડાઉનમાંથી રૂપિયા ૧૫ લાખનો દારૂ (Alcohol) ઝડપી પાડ્યો હતો.

  • ગોડાઉનમાં ગેરકાયદે રીતે મોટી માત્રામાં ઇંગ્લિશનો દારૂનો જથ્થો સંતાડી રાખ્યો
  • તપાસ કરતાં પોલીસને રૂ.૧૫ લાખથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો
  • પોલીસે કુલ ત્રણને વોન્ટેડ જાહેર કર્યા

સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, પીપોદરા જીઆઇડીસી ખાતે આવેલી સમીર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વિભાગ-૪માં આવેલી રાકેશ પટેલની માલિકીના ગોડાઉનમાં ગેરકાયદે રીતે મોટી માત્રામાં ઇંગ્લિશનો દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી તાત્કાલિક સુરત જિલ્લા એલસીબી પોલીસે પીપોદરા જીઆઇડીસી ખાતે આ ગોડાઉનમાં તપાસ કરતાં પોલીસને રૂ.૧૫ લાખથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સુરત જિલ્લા એલસીબી પોલીસે દારૂનો જથ્થો સંતાડી રાખનારા ચુનારામ લક્ષ્મણરામ પુરોહિત, બાબુસિંગ મંગલસિંગ રાજપૂત તથા અન્ય એક અજાણ્યો ઈસમ મળી કુલ ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજો લઈ સુરત જિલ્લા એલસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટેમ્પામાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની 816 બોટલ મળી
પારડી : પારડી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમ્યાન વાપી તરફથી આવતા ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાં દારૂનો જથ્થો સંતાડી સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ખડકી બ્રિજ પાસે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા હાઇવે જામ કરી ટેમ્પાને અટકાવી ચેક કરતા અંદર બનાવેલા ચોરખાના માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોચાલક પ્રવીણ સુરેશ પાટીલ અને કોમલસિંગ દેવસિંગ રાજપૂતની અટકાયત કરી ચોરખાનામાંથી મળી આવેલી દારૂની 816 બોટલ કિંમત રૂ. 41 હજાર અને ટેમ્પો તેમજ મોબાઈલ મળી કુલ રૂ. 2.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top