સુરત: અડાજણ (Adajan) ખાતે ઘોર કળયુગની ઘટના પ્રકાશમાં આવી છે ને અડાજણ પોલીસ સ્ટેશનના (Police station) ચોપડે નોંધાઈ છે. ઉત્તરાયણના દિવસે યુવક કિશોરી સાથે દુષ્કર્મ આચરતો હતો અને યુવકની માતા ઘરની બહાર પહેરો ભરતી હતી. અડાજણ પોલીસે માતા-પુત્રની સામે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી હતી.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એલ.પી.સવાણી રોડ (L.P.Savani Road) ખાતે આવેલા એસ.એમ.સી (S.M.C) આવાસમાં રહેતા રાજ રવિ કહારનો તેના ઘર નજીક રહેતી 15 વર્ષીય કિશોરી સાથે પ્રેમ સંબંધ હતો. કિશોરીને લગ્નની લાલચ આપી જો તે લગ્ન નહીં કરે તો હું મરી જવા તેમ કહીને બ્લેકમેઈલ કરતો હતો. ઉત્તરાયણના દિવસે બપોરે રાજની માતા વનિતાબેન કહારે કિશોરીને ઈશારો કરી પોતાના ઘરે બોલાવી હતી. કિશોરી આવતા પુત્રની સાથે તેને ઘરના રૂમ મોકલી દીધી હતી. અને પોતે ઘરની બહાર પહેરો ભરતી હતી. કિશોરી ઘરમાં જતા જ રાજ કહારે તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. કિશોરીએ આ અંગે પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારના સભ્યોએ રાજની માતાને પુત્રને આવા કામમાં સાથ આપવા બાબતે ઠપકો આપતા વનિતાબેને કિશોરીના પરિવારને માછીવાડમાંથી માણસો બોલાવી મારવાની ધમકી આપી હતી. જેથી કિશોરીના પરિવારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી માતા-પુત્રની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.
છેલ્લા એક વર્ષથી માતા બહાર બેસતી અને પુત્ર કિશોરી સાથે દુષ્કર્મ કરતો હતો
ઉત્તરાયણ પહેલાના એક વર્ષથી રાજ કિશોરી સાથે પ્રેમ સંબધ બાંધી લગ્ન કરવાની લાલચ આપતો હતો. કિશોરીને તેના બીજા રૂમમાં લઈ જતો હતો. ત્યારે રાજની માતા વનિતાબેન બહારના રૂમમાં બેસતી હતી. વનિતા તેના પુત્ર રાજ સાથે રૂમમાં મોકલતી અને રાજ કિશોરી સાથે બળજબરી શરીર સંબંધ બાંધતો હતો.