સામાન્ય રીતે કડછી(SPOON)થી જમવાનું પીરસવામાં ઉપયોગમાં લેવામાં આવે છે પણ સુરતના એક યુવકે વિકૃતિવસ આવેશમાં આવીને આ કડછીનો હાથો જ ઉપયોગમાં લઇ લીધો હતો, અને આખરે યુવકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL) ખસેડવામાં આવ્યો હતો. આ યુવકની માનસિક વિકૃતિની પરાકાષ્ઠા અને યુવકની આ અવસ્થા જોઈ તબીબો પણ ચોકી ઉઠ્યા હતા..
સુરતમાં થોડા સમય પહેલા જ કામની શોધમાં આવેલ યુવક જાણે કોઈ ઉલ્ટા ધન્ધાના રવાડે ચડી ગયો હોય યુવકને પોતાની જ વિકૃત હરકત ભારે પડી હતી. મળતી માહિતી મુજબ યુવકે પોતાની વાસના સન્તોષવા પોતાના જ ગુપ્તાંગ(PRIVATE PART)માં ચમચાની પાછળનો ભાગ નાખી દીધો હતો, જો કે આ હાથો ખુબ જ અંદર નાખી ફસાય જતા યુવક આખી રાત અસહ્ય દુખાવાથી કણસતો રહ્યો હતો. સવાર પડતા જ યુવકની વિકૃતિની જાણ મીત્રોને થતા મિત્રો તેને હોસ્પિટલ લઇ આવ્યા હતા. જો કે તબીબોએ મહા મહેનતે આ યુવકનું સફળ ઓપરેશન (OPERATION) કરી ચમચો બહાર કાઢી લીધો હતો.
સુરતમાં બનાવ તો બનતા જ રહે છે પણ આ ઘટનાથી કલ્પના માટે કરવામાં આવે તો વ્યક્તિને તેની ગંભીરતા સમજાય આવે છે. સિવિલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી આ યુવક સુરતમાં કામની શોધમાં આવી ગયો હતો. અને સુરતના સોસ્યો સર્કલ નજીક એક ડાઇંગ મિલમાં કામ કરતો હતો, સાથે જ બાજુના રૂમમાં જ રહેતો હતો. જો કે એક અલગ જ પ્રકારની વિકૃતિ (LUST)નો ભોગ બનતા આ યુવક ન ધાર્યું કરી બેસ્યો હતો.
એક મિત્ર આ યુવકને રોજગારીની શોધમાં પોતાના વતનથી શહેર લઇ આવ્યો હતો, જો કે ત જ મિત્રને સવારે આ યુવક બૂમો પાડતો જોવા મળ્યો હતો. જેથી મિત્ર (FRIEND)ત્યાં પહોંચી જોયું તો તેનો મિત્ર યુવક પોતાના ગુપ્ત ભાગમાં ચમચાનો હાથો નાખેલી હાલતમાં પીડાતો જોવા મળ્યો હતો. જેથી મિત્ર તાત્કાલિક યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલ યુવકને દાખલ કરતા તબીબો (DOCTORS) પણ મૂંઝવણમાં મુકાય ગયા હતા, અને યુવકને પૂછતાં સમગ્ર ઘટના પરથી પરદો ઉંચકાયો હતો. યુવકે કહ્યું કે રાત્રે અંદાજે 2 વાગ્યે વાસના સન્તોષવાનાં હેતુથી ગુપ્તાંગમાં ચમચો પ્રવેશ્યો હતો. જો કે આવેશમા આવી જય આ ચમચો વધુ અંદર નાખી દેતા ફસાય ગયો હતો. અને આખી રાત યુવક પીડાતો રહ્યો હતો. જેથી સવારે મિત્રની મદદ મેળવી મિલન શેઠની સલાહથી રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા, અને તબીબો દ્વારા એક સફળ ઓપરેશન બાદ ચમચો બહાર કાઢી લેવાયો હતો. જો કે ઓપરેશન બાદ યુવકનું પૌરુષ સચવાયું છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.