SURAT

ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા જ સુરત મનપાએ આ કામો પતાવી દીધા

સુરત : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Election)ના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી પંચ કોઇ પણ સમયે ચૂંટણીની જાહેરાત કરી દે તો આચારસંહિતા(Code of Conduct) લાગુ થઇ જાય અને મનપાના કામો અટવાઇ જાય તેવી આશંકા હોય, સુરત મનપા(Surat Municipal Corporation)ના કમિશનર(Commissioner)પદ સંભાળતાની સાથે જ શાલિની અગ્રવાલે(Shalini Agraval) વિકાસ કામો અને લોકસુવિધાના કામોને લીલીઝંડી આપવા જાણે ઝુંબેશ ઉપાડી હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. આચાર સંહિતા દરમિયાન કામો અટકી ના પડે તે માટે કમિશનરે માત્ર  ત્રણ જ દિવસમાં 761 કરોડના 200થી વધુ કામોના અંદાજો(Estimates of works) વિવિધ કમિટિમાં મંજૂરી(Approved) માટે મોકલી દીધા છે જેથી શાસકો વહેલી તકે મંજૂરી આપી દે તો વહીવટીતંત્ર આગળની પ્રોસેસ હાથ ધરી શકે, કમિશનરે સ્થાયી, ગટર, ઉધાન, પાણી, લાઇટ અને ફાયર, મેયર ફંડ વિગેરે સમિતિઓમાં  મંજૂરી માટે મોકલી આપ્યા છે.

  • મનપા કમિશનરે આચારસંહિતાની જાહેરાત પહેલા 200થી વધુ ફાઇલો મંજૂર કરી
  • માત્ર ત્રણ દિવસમાં 761 કરોડના અંદાજો મંજૂરી માટે શાસકોને મોકલી આપ્યા

નવા કમિશનર શાલિની અગ્રવાલ એવા સમયે સુરત મુકાયા છે કે ગમે ત્યારે આચારસંહિતા લાગુ પડી જાય તેવી સ્થિતિ છે. એક વખત આચારસંહિતા લાગ્યા બાદ કોઈ પણ વિકાસના કામ પર નિર્ણય લઈ શકાય નહીં, તેથી શાલિની અગ્રવાલે ખુરશી સંભાળતાની સાથે જ વિવિધ ઝોનના વડાં અને વિભાગીય વડા સાથે બેઠક કરીને વિકાસના કામોની ફાઈલ ખોટી રીતે અટકાવ્યા વગર ઝડપથી મુવ કરવા સુચના આપી દીધી હતી અને આચારસંહિતામાં પણ મનપાની કામગીરી ધમધોકાર ચાલતી રહે તેવું આગોતરુ  આયોજન કર્યુ છે.

ડે.સેક્શન ઓફિસર અને ડે. મામલતદારની પરીક્ષામાં 46.24% ઉમેદવાર ગેરહાજર
સુરત : ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદારની ભરતી કરવા માટે ગુજરાત જાહેર સેવા ઓયોગે રવિવારે પરીક્ષા યોજી હતી. જેમાં માત્ર 53.76% હાજરી નોંધાઇ હતી. ઉપરાંત પરીક્ષા શાંત માહોલમાં પૂર્ણ થઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર બંને મળી 87 પોસ્ટ ભરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે કાર્યવાહી હાથ ધરી છે અને તેની પ્રિલિમનરી રવિવારે યોજાઇ હતી. રવિવારે શહેરના 60 સેન્ટરના 1,232 બ્લોકમાં 17,112 ઉમેદવાર માટે પરીક્ષા યોજવામાં આવી હતી. પણ 7,913 ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં અને 9,199 ઉમેદવાર હાજર રહ્યાં હતાં. આમ, 53.76% હાજરી જોવા મળી છે. એક પણ ગેરરીતિ નોંધાય નથી. ઉપરાંત સુરત પોલીસના સહયોગથી આખી પરીક્ષા શાંત માહોલમાં પૂર્ણ થઈ છે. અત્રે ઉલ્લખનીય છે કે, આ પ્રિલિમનરી પરીક્ષાનું પરિણામ આગામી ડિસેમ્બર-2022માં જાહેર થઈ શકે છે.

Most Popular

To Top