National

દિલ્હી જળસંકટ મામલે કેજરીવાલ સરકારને સુપ્રીમનો ઠપકો, કહ્યું- કોર્ટ તમારી અરજી ફગાવશે..

નવી દિલ્હી: દિલ્હી જળ સંકટની (Delhi water crisis) અરજી પર આજે 10 જૂનના રોજ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી (Hearing) હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને (Delhi Govt) ઠપકો આપ્યો હતા. સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને કોર્ટના નિર્ણયને હળવાશમાં ન લેવાનું કહ્યું હતું.

કોર્ટે આ ઠપકો દિલ્હી સરકારને પોતાની અરજીમાં રહેલી ખામીઓને દૂર ન કરવા બદલ આપ્યો હતો. અગાઉ કેજરીવાલ સરકાર દ્વારા કરાયેલી આ અરજીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટને ઘટાડવા માટે હિમાચલ પ્રદેશ દ્વારા આપવામાં આવેલ વધારાનું પાણી છોડવા માટે હરિયાણાને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ આ અરજીમાં કેટલીક ભુલો હતી જેને કેજરીવાલ સરકારે સુધારી ન હતી.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ભૂલને કારણે રજિસ્ટ્રીમાં એફિડેવિટ સ્વીકારવામાં આવી રહી નથી. જસ્ટીસે કહ્યું, “તમે ભૂલ કેમ સુધારી નથી? અમે અરજી ફગાવી દઇશું. આ અમને અગાઉની તારીખે તેમારું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તેમ છતાં તમે ભૂલ સુધારી નથી. કોર્ટની કાર્યવાહીને હળવાશથી ન લો, પછી ભલે તમારો મામલો ગમે તેટલો ગંભીર કેમ ના હોય.

‘સુનાવણી પહેલાં ફાઇલો વાંચવા માંગો છો’
કેસની સુનાવણી 12 જૂન સુધી લંબાવતા બેન્ચે કહ્યું, “અમને ક્યારેય હળવાશથી ન લો. ફાઇલિંગ સ્વીકારવામાં આવી રહી નથી. તમે સીધા કોર્ટમાં ઘણા દસ્તાવેજો સબમિટ કરીને કહો છો કે તમારી પાસે પાણીની અછત છે. આજે જ તમે બસ ઑર્ડર પાસ કરો. તેમજ આમ કહ્યા બાદ તમે આરામથી બેસી જાવ છો.

કોર્ટે સુનાવણીમાં આગળ કહ્યું કે, તેઓ કેસની સુનાવણી પહેલા ફાઈલો વાંચવા માંગે છે, કારણ કે અખબારોમાં ઘણી બધી બાબતો પ્રકાશિત થઈ રહી છે. ત્યારે બેન્ચે કહ્યું, “જો અમે અમારી રહેણાંક ઓફિસમાં ફાઇલો નહીં વાંચીએ, તો અખબારોમાં જે કંઈ પ્રકાશિત થઈ રહ્યું છે તેનાથી અમે પ્રભાવિત થઈશું. આ કોઈપણ પક્ષ માટે સારું નથી.”

કોર્ટે હરિયાણા સરકારને પ્રશ્ન પૂછ્યો
સુનાવણીની શરૂઆતમાં વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને હરિયાણા તરફથી હાજર રહીને, રાજ્ય સરકાર વતી દાખલ કરવામાં આવેલ જવાબ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે દિવાનને પૂછ્યું કે હવે જવાબ કેમ દાખલ કર્યો? દીવાને જવાબ આપ્યો કે દિલ્હી સરકારની અરજીમાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવી ન હોવાથી રજિસ્ટ્રીએ પહેલા જવાબ દાખલ કરવાની મંજૂરી આપી ન હતી. આ પછી કેજેડીએ દિલ્હી સરકારને ઠપકો આપ્યો હતો. પરંતુ દિલ્હી સરકારના વકીલે કહ્યું કે ખામીઓ દૂર કરવામાં આવી છે.

પાણી છોડવાનો આદેશ અગાઉ અપાયો હતો
દિલ્હીમાં જળ સંકટના મામલામાં કોર્ટે અગાઉ હિમાચલ પ્રદેશને આપ્યો હતો અને શુક્રવારે હિમાચલ પ્રદેશ સરકારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાને 137 ક્યુસેક વધારાનું પાણી છોડવા જણાવ્યું હતું. આ સાથે જ પાણીને લઈને કોઈ રાજનીતિ ન થવી જોઈએ તેવો પણ આદેશ કરાયો હતો.

Most Popular

To Top