National

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને આપી મોટી રાહત

નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય(Political) ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદે(Ek nath Shinde)ને સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સુનાવણી મોકૂફ રાખી છે. કોર્ટે કહ્યું છે કે આ મામલે બેન્ચની રચના કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સમય લાગશે. તમને જણાવી દઈએ કે શિવસેના(Shiv Sena)ના બળવાખોર ધારાસભ્યોએ એકનાથ શિંદે સાથે મળીને અલગ જૂથ બનાવી લીધું હતું. જેમાંથી 16 બળવાખોર ધારાસભ્યોને તત્કાલિન ડેપ્યુટી સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા હતા.

ઉદ્ધવ જૂથને પણ આપી રાહત
આ સિવાય સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથને રાહત આપતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ મામલે સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્પીકર કોઈ નિર્ણય લેશે નહીં. હકીકતમાં ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે આવતીકાલે વિધાનસભામાં અયોગ્યતાના કેસની સુનાવણી થશે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુનાવણી ન કરે ત્યાં સુધી સ્પીકરને નિર્ણય લેવા પર રોક લગાવવી જોઈએ. જેના પર CJIએ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના કોઈપણ નિર્ણય પર રોક લગાવી દીધી છે.

કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું
મહારાષ્ટ્રમાં શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ હજુ થવાનું બાકી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ 11 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ શિંદે સરકાર પોતાની કેબિનેટના વિસ્તરણ અંગે નિર્ણય લેશે. જો આ નિર્ણય નવી સરકારની તરફેણમાં આવશે તો કેબિનેટ વિસ્તરણ સહિત ધારાસભ્યોની ગેરલાયકાત પર લટકતી તલવારનો ભય સદંતર દૂર થઈ જશે. બીજી તરફ જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિરુદ્ધ આવે છે તો શિંદે સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે નિર્ણય મૌકુફ રાખતા કેબિનેટનું વિસ્તરણ પણ અટકી ગયું છે. શિવસેનાના સાંસદ રામદાસ તડાસે મોટું નિવેદન આપ્યું છે. તેમના મતે આગામી દિવસોમાં શિવસેનાના 12 સાંસદો પણ એકાંત શિંદે સાથે જઈ શકે છે. તેમણે કહ્યું કે અમે આ હિન્દુત્વ માટે કરીશું. પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસ માટે સમર્થન આપશે.

ઉદ્ધવ ઠાકરેનો ધારાસભ્યનો ભાવુક પત્ર
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ઉદ્ધવ ઠાકરેએ પોતાના 15 ધારાસભ્યોને એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું છે કે મુશ્કેલીની ઘડીમાં પણ પાર્ટી પ્રત્યે નિષ્ઠા અને વિશ્વાસ દર્શાવવા બદલ તમારો આભાર. ઉદ્ધવે પત્રમાં લખ્યું છે કે કોઈપણ ધમકી અને લાલચની જાળમાં ફસાશો નહીં અને ઈમાનદાર બનો. શિવસેનાને તાકાત આપવા બદલ આભાર. મા જગદંબા તમને હંમેશા સ્વસ્થ રાખે. તેવી હું પ્રાર્થના કરું છું

Most Popular

To Top