Trending

શેરબજારમાં સુપર તેજી

નિફ્ટી 23,300 પાર, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઉછળ્યો ,રોકાણકારોમાં ખુશીની લહેર

ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. Nifty 50, 350 પોઈન્ટથી વધુ ઉછળી 23,300ની સપાટી નજીક પહોંચી ગયો છે, જ્યારે BSE Sensex પણ લગભગ 1,100 પોઈન્ટ ઉછળી 75,200ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં આ તેજીથી રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

બેન્કિંગ સેક્ટર પણ તેજી સાથે આગળ વધી રહ્યો છે. Nifty Bankમાં લગભગ 950 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે અને તે 53,400ના સ્તર તરફ આગળ વધી રહ્યો છે. બજારમાં આ તેજી પાછળ પશ્ચિમ એશિયામાં સ્થિરતા આવવાની શક્યતા અને ગત દિવસના સકારાત્મક ટ્રેન્ડનો પ્રભાવ માનવામાં આવી રહ્યો છે.

આજે બજારમાં ટોપ ગેઇનર્સ તરીકે Shriram Finance, JSW Steel અને Adani Enterprisesના શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી છે. આજે સેન્સેક્સના કોન્ટ્રાક્ટની મન્થલી એક્સપાયરી પણ છે, જે હોલિડેને કારણે એક દિવસ પહેલા કરવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો અનુસાર, ટ્રેડર્સે હોલિડે પહેલા પોઝિશન હળવી રાખવી જોઈએ, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ હજુ અનિશ્ચિત છે.

નિફ્ટી માટે 23,000નો લેવલ મહત્વપૂર્ણ ગણાય છે. જો બજાર આ લેવલ ઉપર ટકશે, તો વધુ તેજી આવી શકે છે. HDFC Bankમાં થયેલી રિકવરીએ પણ બજારને સપોર્ટ આપ્યો છે.સાથે જ, Lupinને US FDA તરફથી Pitolisant ટેબ્લેટ માટે મંજૂરી મળતા ફાર્મા સેક્ટરમાં પણ ચહલપહલ વધી છે. ગેસ સેક્ટરમાં પણ સરકારની નવી નીતિના કારણે ઉછાળો નોંધાયો છે.કુલ મળીને બજારમાં સકારાત્મક માહોલ છે, પરંતુ નિષ્ણાતો રોકાણકારોને સાવચેતી સાથે નિર્ણય લેવાની સલાહ આપી રહ્યા છે.

Most Popular

To Top