uncategorized

સુનો ના, સુનો ના, સુન લો ના ….. ઇતના પરેશાન કરોના ઓ કોરોના …..

કોરોના મહામારીથી આજે આખો દેશ ઝ્જુમી રહ્યો છે, કોરોનાના કેસ દિવસેને દિવસે વધતાં જ જઈ રહ્યાં છે, અને ન્યૂઝ પેપર કે ટીવી સ્માચારોમાં આવા સનસની સમાચાર વાચી કે સાંભળી સાંભળીને આપ કંટાળી ચૂક્યા હશો ખરું ને ? ખેર આજે આપણે કોરોનાની વાત નહીં કરીશું પણ કોરોનાને લીધે લોકોની હેલ્થ ઉપર ઘણી અસર થઈ છે. લોકડાઉન, રાત્રિ કરફ્યુ અને સરકારના નીતનવા નિયમોથી ઘણાં ફેરફાર થયા છે. 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે આવી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આ એક વર્ષના સમયમાં લોકોની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર કોરોનાને લીધે શી અસર પડી ?

બાળકોના મેન્ટલ હેલ્થ પર અસર
ઉલ્લેખનીય છે કે હાલ સતત વધતાં જતાં કેસને ધ્યાને લઈ સરકારે હજુ સ્કૂલ કોલેજ કે ટ્યુશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બાળકો છેલ્લા એક વર્ષથી ઓનલાઈન એજ્યુકેશન લેવા માટે મજબૂર બન્યાં છે. લોકડાઉન વખતે મોટી ઉમરનાં લોકો તો શાકભાજી કે દવા કે ખરીદીના બહાને બહાર નીકળી શકતાં પણ બાળકોને માટે તો કોઈ ઓપ્શન જ નથી હતો બહાર જવાનો કે ફ્રેન્ડ્સને મળવાનો. આમ ઘરમાંને ઘરમાં રહેવાથી તેઓની મેન્ટલ હેલ્થ પર પણ અસર પોંહચી છે.

જીમ, સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ ક્લબ બંધ
ના માત્ર લોકડાઉન વખતે પણ પાછલા એક વર્ષથી ઘણીવાર સરકારને યા તો એસએમસી દ્વારા કોરોના કેસ વધતાં અવારનવાર જીમ, સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાવવામાં આવી છે. જેના લીધે રેગ્યુલર જીમ જનાર કે પછી સ્વિમિંગ કે સ્પોર્ટ્સ પર્સનને તેમની હેલ્થ પર ખાસ અસર વર્તાય છે. તેમનું રૂટિન વર્કાઉટ થઈ શક્યું નથી.

ડેઇલી વોકિંગ કે યોગાને અસર
સૌ કોઈ જાણે છે ચાલવું કે યોગા એ હેલ્થ માટે કેટલું ફાયદાકારક છે. અને હેલ્થ કોન્સિયસ સુરતીઓ સવારસવારમાં વોકિંગ કે ગાર્ડનમાં યોગા માટે નીકળતા હોય છે. પણ હાલની પરિસ્થિતિ જોઈએ તો ગાર્ડન, જોગિંગ પાર્ક પણ બંધ છે આથી લોકો વોકિંગ માટે જઈ નથી શકતા. ઘરમાંને ઘરમાં બેસી રહેવું અને શારીરિક એક્ટિવિટી બંધ થવી એ પણ ક્યાકને ક્યાક તેમના સ્વાસ્થને નુકશાન પોંહચાડે છે.

સ્કૂલ ટ્યુશન બંધ થતાં બાળકો મોટાપાના શિકાર
ઓનલાઈન એજ્યુકેશનને લીધે જે બાળકો પહેલા સવારથી સ્કૂલ અને ટ્યુશનના ચક્કર કાપવામાંથી નવરા નહીં રહેતા હતા, તેઓ હવે 24 ક્લાક ઘરમાંને ઘરમાં અને તે પણ કલાકો સુધી કોમ્પ્યુટર કે મોબાઈલ સામે બેસી રહે છે, તો બીજી બાજુ સંક્રમણ વધવાને લીધે આઉટડોર ગેમ્સ રમવા બાળકો બહાર નીકળી નથી શકતા. તો લોકડાઉન વખતે પણ અવનવી વાનગીઓ ખાઈ ખાઈને બાળકો મોટાપાનો શિકાર બની રહ્યાં છે.

કોરોન્ટાઈન કરવાથી મેંટલી લોકો તૂટ્યા
લોકડાઉન વખતે અને જેના ઘરોમાં કોરોના કેસ આવ્યો હોય તે વિસ્તાર કે તે કોલોની કે પછી તે ઘરને કોરન્ટીન કરવામાં આવતું, શરૂઆતના સમયે આવા દર્દી કે દર્દીના સગાવહાલા સાથે અછૂત જેવુ વર્તન કરવામાં આવતું જેને લઈને લોકો મેન્ટલી તૂટી જતાં, હાલ પણ કોરન્ટીન કે પછી કોરોનાના પેસન્ટ મેંટલી રીતે તૂટી જતાં તેમની જલ્દી રિકવરી આવી શકતી નથી.

પ્લાન્ટ સર્જરી જેને કરવાની જરુર નથી તેઓ તાત્કાલિક જરૂર નથી, ડેન્ટિસ્ટ થોડો સમય ઘરે બેસેલા.

સર્જનો , ડેનટલ સર્જનો , ફેમીલી ફીઝીશયનને આર્થિક ઘસારો જરુર લાગ્યો : ડો વિનોદ શાહ
ડો વિનોદ શાહ જણાવે છે કે ડોકટર ની જીંદગી એટલે સતત દોડધામ વાળી જીંદગી માં આરામ નું નામ નહી. આ તબીબો વર્ષો પછી ફરજીયાત પણે ઘરે રહ્યા .સાતવીક આહાર લેવા નો મળ્યો. નીયમીત કસરત કરવાનું મળતું રહ્યું . ઘરના કામકાજ મા સહયોગ અપાયો. હું પોતે પણ લગભગ ૨ મહીનાના સમય સિવાય દવાખાને જતો હતો. બંને તેટલા દર્દીઓ ને વિના મૂલ્યે સારવાર આપી હતી. મારો સ્ટાફ આવતો હતો પછી બેઉ જણને કોરોના થયો ત્યારે તે દિવસો ખુબ જ ટેનશનમા ગયા હતા સર્જનો , ડેનટલ સર્જનો , ફેમીલી ફીઝીશયનને આર્થિક ઘસારો જરુર લાગ્યો પણ ફક્ત મેડીકલ ક્ષેત્ર બીજા ક્ષેત્રો સાથે સેવામાં અવવલ રહ્યું.

ધંધા રોજગારને બંધ થતાં લોકો બન્યા ડિપ્રેશનના શિકાર
રોગચાળાને લીધે એવી સ્થિતીનું નિર્માણ થયું છે કે જેમાં અત્યંત ચેપી વાયરસના સંક્રમણને કારણે વિવિધ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર ગંભીર અસર થઇ છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ છે કામદારના અધિકારો. રોગચાળાને કારણે ઘણી છટણી થઇ અને વેતનમાં ઘટાડો થયો, ધંધા બંધ થઇ ગયા અને રોજગારની તકો ઘણી ઓછી થતાં લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું. અને લોકોને સાયક્રેટિસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે.

માસ્ક અને સેનેટાઇઝરનું સતત હેમરિંગ
આજકાલ તો માસ્ક અને સેનેટાઇઝર લોકોના જીવનનો હિસ્સો બની ગયા હોય તેમ આ વસ્તુ વિના ચાલે જ નહીં. બહાર નીકળતી વખતે કે ઓફિસમાં કામ કરતી વખતે સતત માસ્ક પહેરી રાખવું. હાથ સેનેટાઇઝર કરવા વગેરેનું હેમરિંગ માઈન્ડમાં ચાલ્યા જ કરતું હોય છે. અને જો માસ્ક ભૂલી જાય કે એકને એક માસ્ક પહેરી રાખે તેની પણ લોકોના હેલ્થ પર અસર વર્તાય છે. લોકો સતત ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.

બાળકોની આઉટડોર રમતને અસર
આ સ્મયગાળો જ એવો છે કે ડોકટરો બાળકો, વૃધ્ધો અને ડાયાબિટિશ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લ્ડ્પ્રેશર ધરાવતા દર્દીઓને ખાસ સાચવાનું કહે છે આથી બાળકોને ખુલ્લી જગ્યાએ કે મેદાનમાં રમવા જઈ શકતા નથી. અને ગહરે જ બેસી ઈન્દોર ગેમ્સ કે મોબાઈલ કમ્પ્યુટર ગેમ્સ રમ્યા કરે છે. આઉટ દોર ગેમ્સ બાળકોનો શારીરિક વિકાસમાં ખૂબ મદદ કરે છે. આમ આઉટડોર ગેમ્સ ગાલ્લી ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટ બોલ કે બીજી આઉટડોર ગેમ્સ બંધ થતાં તેની વતાઓછા અંશે બાળકોના શારીરિક વિકાસને પણ અસર કરશે.

પહેલા તો આખો દિવસ ક્યાં પૂરો થતો ખબર જ નહીં પડતી : વિવેક ઘાસક્ટા
વિવેક જણાવે છે છેલ્લાં એક વર્ષથી ઓનલાઈન જ ભણું છું, મમ્મી મને બહાર રમવા પણ જવા નથી દેતી, પહેલા તો હું સવારે વહેલો ઉઠી સ્કૂલે જતો સ્કૂલેથી આવી ટ્યુશન જતો અને સાંજે વોલીબોલ રમતો આખો દિવસ ક્યાં પૂરો થતો ખબર જ નહીં પડતી અને હવે તો બહાર નિકળાતું નથી, સ્કૂલ બંધ ટ્યુશન બંધ, ઘરમાને ઘરમાં એટલો કંટાળી ગયો છું કે એમ થાય હવે જ્ટ કોરોના જાય તો સારું, ઘરે મમ્મી આખો દિવસ ખવડાવી ખવડાવીને મને જાડીયો બનાવી દીધો છે !!!

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top