મુંબઈ: અભિનેત્રી (Actress) સની લિયોની (Sunny Leone) સાથે હાલમાં જ ઓનલાઈન છેતરપીંડી (Online fraud) થઈ હતી. સની લિયોનીએ જણાવ્યું હતું કે તેના પાન કાર્ડનો (Pan Card) ઉપયોગ કરી ધની એપમાંથી 2,000 રૂ.નું ઋણ લેવામાં આવ્યું હતું. અભિનેત્રીએ આની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. જો કે થોડા સમય બાદ તેણે તે ટ્વીટ ડિલીટ કર્યું હતું.
- પાન કાર્ડનો ઉપયોગ કરી 2,000 રૂપિયાનું ઋણ લીધુ હતું
- ઈન્ડિયાબુલ્સના પ્લેટફોર્મ ધની એપ પરથી ઋણની છેતરપીંડીની ફરિયાદ કરી
એક અહેવાલ મુજબ સની લિયોનીએ જણાવ્યું હતું કે કોઈ ઈડિયટે તેનો પાન કાર્ડનો ઉપયોગ કરી 2,000 રૂપિયાનું ઋણ લીધુ હતું જેના પગલે તેનો સીઆઈબીઆઈએલ સ્કોર નીચે જતો રહ્યો હતો. જો કે થોડા સમય બાદ તેણે વધુ એક ટ્વીટ કરી ઈન્ડિયા બુલ્સ સિક્યોરિટીજને મદદ કરવા બદલ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેટલાંક લોકોએ ઈન્ડિયાબુલ્સના પ્લેટફોર્મ ધની એપ પરથી ઋણની છેતરપીંડીની ફરિયાદ કરી હતી.