World

સીરિયાની ચર્ચમાં આત્મઘાતી હુમલો: 22ના મોત, 63 ઘાયલ

સીરિયાની રાજધાની દમાસ્કસમાં ગત રાત્રે રવિવારે થયેલા ભયાનક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે, જ્યારે 63થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલો શહેરના ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ એલિયાસ ચર્ચમાં થયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યાં હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોર ISIS સાથે જોડાયેલો આતંકવાદી હતો. તેણે ચર્ચમાં પ્રવેશ બાદ પહેલાં ભીડ પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ પોતાને બોમ્બથી ઉડાવી દીધો. હુમલાની ઘડીએ ચર્ચમાં લગભગ 150થી 350 લોકો હાજર હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ચર્ચની અંદરની બેંચો તૂટી પડી હતી.

હુમલાખોર સાથે બીજો પણ એક સશસ્ત્ર આતંકવાદી હોવાનું જાણવા મળ્યું છે, જેણે બહાર ઉભી ભીડ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે ચર્ચ વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. સીરિયન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

હમલાની પાછળ ISISનો હાથ હોવાની પુષ્ટિ થઈ છે. જાણકારી અનુસાર, ISISના જહાદી તત્વોએ એ શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે જે તેઓએ અસદ સરકારના સમર્થક સૈનિકોથી છોડાવવામાં આવ્યા હતા.

સત્તા બદલાતા વધ્યો ખતરો? ઉલ્લેખનીય છે કે, સીરિયામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને હટાવી દેવાયા બાદ નવી ઇસ્લામિક નેતૃત્વવાળી સરકાર સત્તામાં આવી છે. નવી સરકાર HTS (હયાત તહરિર અલ-શામ)ના પૂર્વ બળવાખોરો દ્વારા સંચાલિત છે. ઘણી અહેવાલો મુજબ, આ રાજકીય પરિવર્તન બાદ ISIS ફરી સક્રિય થવાનો પ્રયાસ કરી રહી છે.

સરકારી પ્રતિસાદ હુમલા બાદ સીરિયાના માહિતી મંત્રી હમઝા અલ-મુસ્તફાએ આ ઘટનાને “રાષ્ટ્રીય એકતા પર સીધો હુમલો” ગણાવ્યો છે અને તમામ ધર્મના સમુદાયોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ગીર પેડરસેને પણ આ હુમલાની નિંદા કરી છે અને તાત્કાલિક અને ન્યાયસંગત તપાસની માંગ કરી છે.

Most Popular

To Top