કોરોના યાદો અને ઈરાન યુદ્ધ કારણભૂત
ભારતમાં આજે “Lockdown in India” શબ્દ ગૂગલ પર ટોપ સર્ચમાં જોવા મળ્યો છે. આ અચાનક વધારાનું મુખ્ય કારણ કોઈ નવી આપત્તિ નહીં, પરંતુ કોરોના સમયની યાદો અને હાલના વૈશ્વિક તણાવ છે.
છ વર્ષ પહેલા, 24 માર્ચ 2020ના રોજ, વડાપ્રધાન Narendra Modiએ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. COVID-19ના ઝડપી ફેલાવાને રોકવા માટે લેવામાં આવેલ આ નિર્ણયએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ખાલી રસ્તાઓ, લાખો મજૂરોનું સ્થળાંતર અને Work From Homeનો અચાનક વધારો,આ બધું આજે પણ લોકોના મનમાં તાજું છે.
2026માં ફરી કેમ વધી સર્ચ?: હાલમાં ભારતમાં કોરોના સંપૂર્ણપણે ખતમ થયો નથી, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં માત્ર ગણી શકાય એટલા જ એક્ટિવ કેસ નોંધાયા છે, જેના કારણે ફરી લોકડાઉનની કોઈ શક્યતા દેખાતી નથી. વિશ્લેષકોનું માનવું છે કે આ સર્ચમાં વધારો 24 માર્ચની વર્ષગાંઠને કારણે થયો છે, જ્યારે દેશે પહેલીવાર કડક લોકડાઉનનો અનુભવ કર્યો હતો.
યુદ્ધની અસરથી ચિંતા : બીજી તરફ, હાલમાં West Asiaમાં ચાલી રહેલા તણાવ ,ખાસ કરીને અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ એ લોકોમાં નવી ચિંતા ઊભી કરી છે. આ યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન અને ઊર્જા પુરવઠા પર અસર પડી રહી છે. Strait of Hormuz, જ્યાંથી વિશ્વના લગભગ 20% તેલ-ગેસ પસાર થાય છે, ત્યાં અવરોધ થવાના સમાચાર બાદ લોકોમાં “યુદ્ધને કારણે લોકડાઉન આવશે?” જેવા સવાલો ઉઠી રહ્યા છે.
મોદીનું નિવેદન : સંસદમાં બોલતા Narendra Modiએ કહ્યું કે, ભારત જરૂરી વસ્તુઓ તેલ, ગેસ અને ખાતર ની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે સજ્જ છે. પરંતુ લાંબા સમય સુધી યુદ્ધ ચાલે તો તેની ગંભીર અસર પડી શકે છે. તેમણે ઉમેર્યું કે, ભારતે છેલ્લા દાયકામાં આવી વૈશ્વિક સંકટોને પહોંચી વળવા માટે મજબૂત તૈયારીઓ કરી છે. સ્પષ્ટ છે કે, હાલ ભારતમાં લોકડાઉનની કોઈ શક્યતા નથી, પરંતુ ભૂતકાળની યાદો અને વૈશ્વિક પરિસ્થિતિઓ લોકોને ફરી ચિંતિત કરી રહી છે.