National

રાવણની લંકામાં પેટ્રોલ 51 રૂપિયામાં અને શ્રીરામના ભારતમાં 93 રૂપિયા

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (SUBRAMANYAM SWAMI)એ પેટ્રોલની વધતી કિંમતોને લઈને પોતાની જ સરકારને ઘેરી લીધી છે. સોમવારે નાણાં પ્રધાન (FINANCE MINISTER) નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં પેટ્રોલ પર લિટર દીઠ 2.5 રૃપિયા અને ડીઝલ પર લિટરદીઠ રૂ. 4 રૂપિયા સેસ લગાવવાની જાહેરાત કરી હતી. જેથી સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલની વધતી કિંમતોને લઈને નિવેદન આપ્યું હતું કે રામના ભારતમાં સીતાની નેપાળ અને રાવણની લંકા કરતા વધારે કિંમતે પેટ્રોલ વેચાય રહ્યું છે.

સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ
હમેશ પોતાના નિવેદનોથી ચર્ચા (CONTROVERSY) જગાવતા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, ‘રામના ભારતમાં પેટ્રોલની કિંમત (PETROL PRICE) 93 રૂપિયા, સીતાની નેપાળમાં 53 રૂપિયા અને રાવણની લંકામાં 51 રૂપિયા છે’. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દરરોજ છ વાગ્યે ભાવમાં ફેરફાર થાય છે.
મહત્વની વાત છે કે પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી જ લાગુ પણ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી (EXCISE DUTY), ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

તમારા શહેરમાં ભાવ જાણવા આ વિકલ્પ પસંદ કરો
પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી છે તે જાણવું હોય તો ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે., તમે એસએમએસ દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે આરએસપી (RSP) અને તમારા શહેરનો કોડ લખવો પડશે અને તેને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેર માટેનો કોડ જુદો છે, જે તમને આઈઓસીએલ (Indian Oil Corporation Ltd)ની વેબસાઇટ પરથી પણ મળી શકશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) આજે વર્ષે 2021-22 નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટમાં પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયાના એગ્રી સેસની દરખાસ્ત કરી છે. તે 2 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. જો કે, નાણાં પ્રધાને ખાતરી આપી છે કે તેનો ભાર સામાન્ય લોકો પર પડશે નહીં. આ માટે બેઝિક એક્સાઈઝ ડ્યૂટી અને વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top