SURAT

આવતા વર્ષથી BCom, BA, BSc સહિતના કોર્સ ત્રણ નહીં, પણ ચાર વર્ષનો હશે

સુરત : આગામી વર્ષથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) બીકોમ, બીએ, બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ ત્રણ નહીં, પણ ચાર વર્ષના હશે. એટલું જ નહીં, યુનિવર્સિટી હાલમાં થર્ડ યર અંડર ગ્રેજ્યુએટ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને (Student) તે કોર્સમાં રહેવાનો અથવા બ્રિજ કોર્સ કરીને ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં જવાનો ઓપ્શન આપવામાં આવશે.

હાલમાં યુનિવર્સિટીમાં કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ સહિતની ફેકલ્ટીના અંડર ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સીસ થર્ડ યરના છે. જે પછી વિદ્યાર્થીઓએ માસ્ટરના બે વર્ષ કરવાના રહેતા હોય છે અને ત્યાર બાદ જ પીએચડીમાં અભ્યાસ કરી શકે છે. પણ યુનિવર્સિટીમાં બુધવારે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. એમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને જાહેર કરાયેલા ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામના કરિક્યુલમ ફ્રેમવર્ક અને ક્રેડિટ સિસ્ટમના ડ્રાફટ અમલ કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. અંતે એકેડેમિક કાઉન્સિલના તમામ સભ્યોએ કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ સહિતની ફેકલ્ટીઓના ડીનોને શૈક્ષણિક વર્ષ 2022-23થી ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામના કરિક્યુલમ ફેર્મ વર્ક અને ક્રેડિટ સિસ્ટમનો અમલ કરવા આદેશ કર્યો છે. આગામી છ મહિનામાં સિલેબસ તૈયાર કરીને મંજૂરી મેળવી લેવા માટેનો આદેશ કર્યો છે. ઉપરાંત હાલમાં અભ્યાસ કરતા થર્ડ યરના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસમાંથી ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ કોર્સીસમાં જનારા વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સ તૈયાર કરવા માટેનો પણ આદેશ કર્યો છે.

ફોર્થ યરના અંડર ગ્રેજ્યુએટ કોર્સોમાં મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટનો ઓપ્શન મળશે
ફોર્થ યર અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અનેક ઓપ્શન મળશે. એમાં ફર્સ્ટ પૂર્ણ કરવા પર સર્ટિફિકેટ, બીજા વર્ષ પૂર્ણ કરવા પર ડિપ્લોમા અને થર્ડ યર પૂર્ણ કરવા પર બેચલર ડિગ્રી તેમજ ફોર્થ યર પૂર્ણ કરવા પર બેચલર ડિગ્રી વીથ ઓનર્સ અથવા બેચલર ડિગ્રી વીથ રિસર્ચ ડિગ્રી અપાશે. ટૂંકમાં કહીયે તો ઓનર્સ ડિગ્રી અપાશે. જેથી મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટનો ઓપ્શન મળશે.

થર્ડ-ફોર્થ યરના બન્ને મેજર સબ્જેક્ટમાં 7.5 સીજીપીએ હશે તો સીધું જ પીએચડીમાં એડમિશન
ફોર્થ યરના ડિગ્રી પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને મેજર અને માઇનર સબ્જેક્ટનો ઓપ્શન આપવામાં આવશે. જેમાં મેજર સબ્જેક્ટમાં જવા માટે થર્ડ યરમાં 7.5સીજીપીએ ફરજિયાત છે. ત્યાર બાદ ફોર્થ યર પૂર્ણ કરવા પર બેચલર વીથ રિસર્ચ ડિગ્રી અપાશે. જેમાં પણ 7.5 સીજીપીએ કે તેના કરતા વધારે હશે તો સીધું જ પીએચડીમાં પ્રવેશ અપાશે. ત્યારે વિદ્યાર્થીએ વન યરનું માસ્ટર નહીં કરવું પડશે.

એક વર્ષનો માસ્ટર ડિગ્રી કોર્સ પણ તૈયાર કરાશે
થર્ડ યરમાં 7.5 સીજીપીએથી ઓછા લાવનારાને ફરજિયાત પણે માઇનર સબ્જેક્ટ અપાશે. જેમાં ફોર્થ યર પૂર્ણ કરનારાને બેચલર ડિગ્રી વીથ ઓનર્સ એટલે કે ઓનર્સ ડિગ્રી અપાશે. આવા વિદ્યાર્થીઓએ પીએચડી કરવું હશે તો તેમણે વન યરનું માસ્ટરનું કરવું પડશે. જેમાં ફરજિયાત 50થી 55 ટકા માર્ક્સ લાવવા પડશે. યુનિવર્સિટી ફોર્થ યરના અંડર ગ્રેજ્યુએટ કોર્સની સાથે વન યરનો માસ્ટર કોર્સ પણ તૈયાર કરશે.

સપ્તાહમાં ઓછામા ઓછા 40 કલાક શિક્ષણના રહેશે
એક સેમેસ્ટરમાં 90 શિક્ષણ દિવસો ફરજીયાત રહેશે અને સપ્તાહમાં ઓછામા ઓછા 40 કલાક શિક્ષણના રહેશે. અભ્યાસના આધારે ક્રેડિટ પોઈન્ટ નક્કી થશે અને એક સેમેસ્ટરમાં 15થી16 સપ્તાહનો અભ્યાસ હોવો જોઈએ. સપ્તાહમાં ઓછોમાં ઓછો 90 કલાકનો અભ્યાસ હશે અને 15 કલાકના ટિચિંગ-શિક્ષણકાર્ય સામે એક ક્રેડિટ મળશે અથવા 30 કલાકના પ્રેક્ટિકલ વર્ક કે ફિલ્ડ વર્ક કે કમ્યુનિટી વર્ક સહિતની એકટિવિટી માટે એક ક્રેડિટ મળશે.આ નવી સીસ્ટમાં વિદ્યાર્થીને પોતાના રસ મુજબના વિષયો પસંદ કરવા ઉપરાંત એક કોલેજમાંથી બીજી કોલેજ કે એક યુનિ.થીબીજી યુનિ.માં જવાનો વિકલ્પ પણ મળશે. વિદ્યાર્થીઓની ક્રેડિટ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં જમા થશે.

Most Popular

To Top