SURAT

હજીરામાં હડતાલનો હંગામો!,કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓમાં આક્રોશ

પાણીપતની ઘટનાના આક્રોશે AM/NS પ્લાન્ટમાં કામ બંધ,પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

સુરતના હજીરામાં ઔદ્યોગિક વિસ્તારમાં હડતાલ અને હોબાળાની ઘટના સામે આવી છે.હઝીરા સ્થિત AM/NS Indiaના પ્લાન્ટ પ્રોજેક્ટ સાઇટ પર Larsen & Toubro (L&T) દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોના એક જૂથે આજે પોતાની વિવિધ માંગણીઓ અંગે L&T મેનેજમેન્ટ સામે મોટી સંખ્યામાં એકત્રિત થઈ દેખાવો કર્યા હતા.માહિતી મુજબ, કામદારો પોતાની સંસ્થાગત માંગણીઓ રજૂ કરવા માટે એકત્રિત થયા હતા. L&T મેનેજમેન્ટ ના કહેવા મુજબ કામદારો સાથે ચર્ચા કરી પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે . સ્થાનિક સત્તાવાળાઓ પણ સ્થળ પર હાજર રહી પરિસ્થિતિનું સંચાલન કરી રહ્યા છે.

એક અંશે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાયું છે.

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ArcelorMittal Nippon Steel India (AM/NS) ના SMP-3 પ્લાન્ટ ખાતે અચાનક કામ બંધ કરી શ્રમિકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. હરિયાણાના Panipat માં એક કર્મચારીના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અહીં કામ કરતા મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ આધારિત શ્રમિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

કેવી રીતે બની ઘટના? શ્રમિકોએ અચાનક કામ બંધ કરી પ્લાન્ટ પર એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો.

પગાર વધારો, કામકાજની શરતો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને નારા લગાવાયા.

પરિસ્થિતિ તંગ બનતા પાર્કિંગ વિસ્તારમાં ઉભેલી કેટલીક કારોમાં તોડફોડ કરવામાં આવી.

થોડા સમય માટે પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત : ઘટનાની જાણ થતા હજીરા પોલીસ તરત જ હરકતમાં આવી. ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ સાથે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે.

કંપનીઓનું નિવેદન : કંપનીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી શ્રમિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ મુદ્દે Larsen & Toubro (L&T) દ્વારા પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું કે ગુજરાત સરકાર લેબર કોડનું નોટિફિકેશન જાહેર કરશે ત્યારબાદ તે નિયમોનો તાત્કાલિક અમલ કરવામાં આવશે.

હાલની સ્થિતિ : હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમ છતાં, પાણીપતની ઘટનાની અસર સુરત સુધી પહોંચતા ઔદ્યોગિક વર્તુળોમાં ચિંતા વ્યાપી છે. હવે સંવાદ અને સમાધાન દ્વારા ઉકેલ આવે છે કે નહીં તે જોવાનું રહેશે.

Most Popular

To Top