National

ગેસ કાળાબજાર રોકવા દિલ્હીમાં LPG વિતરણ પર કડક નિયમ, વેરહાઉસથી સીધું વેચાણ બંધ

દિલ્હી સરકારે LPG ગેસના વિતરણમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વેરહાઉસમાંથી સીધા LPG સિલિન્ડર વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ પગલાંનો હેતુ ગેરકાયદેસર વેચાણ અને કાળાબજારને રોકવાનો છે, જેથી સામાન્ય લોકોને યોગ્ય રીતે ગેસ મળી શકે. મિડલ ઇસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસની અછતનો ભય છે ત્યારે આ પરિસ્થિતિમાં ભારત સરકાર અને રાજ્ય સરકારો બંને પુરવઠો જાળવવા માટે પ્રયાસ કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે પણ LPG સપ્લાય વધારવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. દિલ્હી સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હવે કોઈપણ ગેસ વિતરક વેરહાઉસમાંથી સીધો સિલિન્ડર વેચી શકશે નહીં. ગેસ સિલિન્ડર માત્ર સત્તાવાર વિતરણ પ્રક્રિયા દ્વારા જ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા પણ વિતરકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે આ નિર્ણયથી LPG વિતરણ વધુ વ્યવસ્થિત અને પારદર્શક બનશે. તેમણે ચેતવણી આપી કે જો કોઈ વિતરક આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો આ પગલું ખાસ કરીને કાળાબજારને રોકવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણા વખત એવું જોવા મળે છે કે ગેસ વેરહાઉસમાંથી સીધો વેચાણ કરીને ગ્રાહકોને વધારે કિંમતે સિલિન્ડર આપવામાં આવે છે. હવે આ પર સંપૂર્ણ રોક લગાવવાથી ગ્રાહકોને રાહત મળશે. આ ઉપરાંત, સરકાર સ્થળાંતરિત મજૂરો માટે નાના ‘છોટુ’ સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે પણ કામ કરી રહી છે. જેથી જે લોકો પાસે ગેસ કનેક્શન નથી તેઓને પણ સરળતાથી ગેસ મળી શકે. દિલ્હી સરકારનો આ નિર્ણય સામાન્ય લોકો માટે ફાયદાકારક બની શકે છે, કારણ કે તે ગેસના વિતરણમાં પારદર્શિતા લાવશે અને ગેરરીતિઓને રોકવામાં મદદ કરશે.

Most Popular

To Top