જયપુર: રાજસ્થાન (Rajasthan) સરિસ્કા નેશનલ પાર્કમાંથી (Sariska National Park) ગુરુવારે એક વાઘ ભટકી ગયો હતો. ત્યારે ભટકેલા વાઘે 4 ગ્રામજનોને ઘાયલ કર્યા હતા. દરમિયાન રાજસ્થાનના વન મંત્રી સંજય શર્માએ જણાવ્યું કે વાઘના હુમલામાં 4 લોકો ઘાયલ થયા છે અને વન વિભાગની 2 ટીમ વાઘને બેભાન કરવાનો પ્રયાસ કરી રહી છે.
રાજસ્થાનના ખૈરથલ તિજારા જિલ્લાના અલવરમાં આવેલા સરિસ્કા નેશનલ પાર્કની આ ઘટના છે, કે જ્યાંથી એક વાધ ભટકી ગયા બાદ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ત્યારે આ મામલે માહિતી આપતા રાજસ્થઅન વન વિભાગના મંત્ર સંજય શર્માએ જણાવ્યું હતું કે, ‘નેશનલ પાર્કમાંથી ભટક્યા બાદ વાઘ (ST 2303) દરબારપુર ગામ પહોંચ્યો અને ખેતરોમાં ઘૂસી ગયો હતો. તેમજ ત્યાંના સ્થાનિક લોકો ઉપર હુમલો કર્યો હતો. ત્યારે વાઘના આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ વાઘને બેભાન કરવા માટે એક ટીમ આ વિસ્તારમાં કેમ્પ કરી રહી છે, જ્યારે બીજી ટીમને જયપુરથી બોલાવવામાં આવી છે.
દરબારપુર ગામના ખેતરોમાં છુપાયેલો છે વાઘ
ઘટના વિશે માહિતી આપતાં એક સ્થાનિક ગ્રામીણે જણાવ્યું હતું કે ખેતરોમાં કામ કરતા ગ્રામજનોએ વાઘને જોયો હતો, જેના કારણે આખા ગામમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ‘વાઘને જોતા જ લગભગ 100થી વધુ લોકો ભેગા થઇને વાઘનો પીછો કરવા લાગ્યા હતા. આ દરમિયાન વાઘે હુમલો કર્યો હતો, જેમાં મહેન્દ્ર, વીરેન્દ્ર અને સતીશ નામના ત્રણ સ્થાનિક લોકો ઘાયલ થયા હતા. વાઘે સતીશના એક હાથ પર હુમલો કર્યો હતો, જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.’ ત્યાર બાદ વહેલી સવારે મુંડાવરમાં પોતાના ઘર તરફ જઈ રહેલા રેલવે કર્મચારી વિકાસ કુમાર પર વાઘે હુમલો કર્યો હતો. ત્યાંથી વાઘ દરબારપુર ગામ પહોંચ્યો અને ખેતરોમાં છુપાઈ ગયો હતો.
પિતાના હુમલામાં 10 મહિનાના પુત્રનું મોત
આ સાથે જ રાજ્યના બાલોત્રા જિલ્લામાં ગઈકાલે રાત્રે, નશાની હાલતમાં એક વ્યક્તિએ તેના બે બાળકો પર હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, બાગરી બસ્તીમાં રહેતા સૂરજ બાવરી (30)એ બુધવારે રાત્રે પત્ની સાથે ઝઘડા પછી ગુસ્સામાં તેના બે પુત્રો પર હુમલો કર્યો હતો, જેના કારણે 10 મહિનાના આકાશનું મોત થયું હતું જ્યારે 2 વર્ષનો બીજો પુત્ર કમલ હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે જોધપુર લઈ જવામાં આવ્યો હતો. આરોપીની પત્ની પાર્વતીએ તેના પતિ વિરુદ્ધ દારૂના નશામાં તેમના પુત્ર પર હુમલો અને હત્યાનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો.