World

ખાડીમાં યુદ્ધનું તોફાન!

સોમવાર અને મંગળવારે સતત ડ્રોન હુમલાઓ વચ્ચે UAEની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય

UAE પર ઈરાની ડ્રોન હુમલા બાદ હાહાકાર, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના ત્રીજા સપ્તાહમાં પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે

Iran દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓએ United Arab Emirates (UAE) ના મુખ્ય શહેરો Dubai, Abu Dhabi અને Fujairah ને હચમચાવી દીધા છે. સુરક્ષા કારણોસર દેશનું એર સ્પેસ તાત્કાલિક બંધ કરાયું છે અનેક ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.

સોમવાર અને મંગળવારે સતત ડ્રોન હુમલાઓ વચ્ચે UAEની એર ડિફેન્સ સિસ્ટમ સતત સક્રિય રહી. જે બાદ સત્તાવાળાઓએ જણાવ્યું કે લગભગ 21 ડ્રોન અને 6 મિસાઈલને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા. Dubai માં સાંભળાયેલા ધડાકાના અવાજો વિશે સ્પષ્ટતા કરતા અધિકારીઓએ જણાવ્યું કે આ અવાજો ઇન્ટરસેપ્શનના કારણે હતા.

સૌથી મોટો હુમલો Shah oil and gas field નજીક નોંધાયો, જે વિશ્વના સૌથી મોટા નેચરલ ગેસ ક્ષેત્રોમાંનું એક છે. આ હુમલા પછી તાત્કાલિક કામગીરી બંધ કરાઈ, જોકે સદભાગ્યે કોઈ જાનહાની નોંધાઈ નથી.આ વચ્ચે Dubai International Airport પાસે આવેલા ફ્યુઅલ ટાંક પર ડ્રોન પડતાં ભારે આગ લાગી હતી, જેને ફાયર ટીમોએ કાબૂમાં લીધી. આ ઘટના બાદ ઘણા વિમાનોને મધ્ય આકાશમાં જ વાળવામાં આવ્યા અને કેટલીક ફ્લાઈટ્સને Al Maktoum International Airport તરફ ડાયવર્ટ કરાઈ.

Emirates અને Air India જેવી એરલાઈન્સે તેમની ઘણી ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ખાસ કરીને Air India Express એ દુબઈ માટેની સેવા તાત્કાલિક બંધ રાખી છે. આ સિવાય Fujairah Oil Industries ખાતે પણ ડ્રોન હુમલા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ પોર્ટ UAE માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે Strait of Hormuz ને બાયપાસ કરીને ઓઈલ એક્સપોર્ટ માટે ઉપયોગી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને UAE સરકારે શાળાઓ અને કોલેજોમાં ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની છૂટ આપી છે. હાલ માટે UAEમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે.

Most Popular

To Top