Business

શેરબજાર નવા રેકોર્ડ સાથે નવી ઊંચાઈએ પહોંચ્યું, સેન્સેક્સ 77100ને પાર, નિફ્ટીએ પણ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પરિણામો બાદ ભારતીય શેરબજાર (Indian stock market) દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ત્યારે અઠવાડીયાના ચોથા ટ્રેડિંગ દિવસે આજે ગુરુવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ તેમના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. BSE સેન્સેક્સ (Sensex) મજબૂત ઉછાળા સાથે શરૂઆત કરીને 77,145.46ના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટીએ (Nifty) પણ મજબૂત વધારો દર્શાવ્યો હતો અને 23,481.05ની નવી ઊંચી સપાટીને સ્પર્શી હતી.

ભારતીય શેરબજાર ગુરુવારે સતત બીજા દિવસે તેજી સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ આજે ​​તાજા રેકોર્ડ સાથે સર્વકાલીન હાઈ સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ સવારે 9.21 કલાકે 379.51 પોઈન્ટના વધારા સાથે 77,145.46 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 120.40 પોઈન્ટના વધારા સાથે 23,481.05ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જેના કારણે રોકાણકારોને 234 કરોડનો ફાયદો થયો હતો.

આ શેરોમાં મોટી મુવમેન્ટ
ગુરુવારે નિફ્ટી 50 ઈન્ડેક્સમાં નેસ્લે ઈન્ડિયા, ડિવિસ લેબ્સ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ NSE ટોપ ગેઈનર્સ રહ્યા હતા, જ્યારે ટોપ લૂઝરમાં હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્ઝ્યુમર્સ પ્રોડક્ટ્સ અને ICICI બેન્કના શેરોનો સમાવેશ થાય છે.

કાચા તેલની સ્થિતિ
WTI ક્રૂડ ઓઈલના ભાવ સવારના ટ્રેડિંગ સેશનમાં $78.31 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જેમાં 0.01% નો થોડો ઘટાડો થયો હતો એમ કહી શકાય છે. ગુરુવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ $82.47 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જેમાં 0.09% નો નજીવો વધારો થયો હતો.

ફેડરલ રિઝર્વે દરો યથાવત રાખ્યા છે
યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે જાહેરાત કરી હતી કે તે તેના મુખ્ય વ્યાજ દરને યથાવત રાખશે. જેથી એમ પણ કહી શકાય કે વર્ષના અંત પહેલા યુએસ ફેડરલ રિઝર્વના એક જ રેટ કટ રહેશે. અગાઉની આગાહીઓ કરતાં આ નોંધપાત્ર ફેરફાર છે, જેમાં ત્રણ દરમાં કાપનો અંદાજ હતો, કારણ કે તાજેતરના શેરના દરમાં મધ્યસ્થતા છતાં ફુગાવો સતત ઊંચો રહ્યો હતો.

રોકાણકારોએ સારી ખરીદી કરી
NSEના ડેટા અનુસાર ગઇકાલે 12 જૂનના રોજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 427 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક રોકાણકારો (DIIs) એ 234 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આ સાથે જ બુધવારે, FII એ 15,273 કરોડની ખરીદી કરી અને 14,847 કરોડનું વેચાણ કર્યું હતું, જ્યારે DII એ 13,652 કરોડની ખરીદી કરી અને 13,418 કરોડનું વેચાણ કર્યું હતું.

Most Popular

To Top