Business

શેરબજાર ફરી નવી ઉંચાઇએ, સેન્સેક્સ-નિફ્ટીએ તમામ રેકોર્ડ તોડ્યા

નવી દિલ્હી: ભારતીય શેરબજારો (Indian stock markets) નબળા વૈશ્વિક વલણ હોવા છતાં આજે સોમવારે નવા રેકોર્ડ સાથે બંધ થયા હતા. જેમાં વિદેશી ભંડોળ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના (State Bank of India) શેરોમાં ખરીદીની મદદથી ભારતીય શેરબજારમાં નવા રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા.

આજે ટ્રેડિંગના અંતે ભારતીય શેરબજારનો સેન્સેક્સ 145.52 પોઈન્ટના ઉછાળા સાથે 80,664.86 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ બંધ થયો હતો. આ સાથે જ નિફ્ટી 84.55 પોઈન્ટના વધારા સાથે 24,586.70 પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન અમેરિકન ચલણ સામે રૂપિયો નવ પૈસા ઘટીને 83.60 પ્રોવિઝનલ પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

આ સાથે જ બીએસઈના 30 શેરોવાળો સેન્સેક્સ 145.52 પોઈન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 80,664.86ના નવા રેકોર્ડ હાઈ પર બંધ થયો હતો. ત્યારે દિવસ દરમિયાન તે 343.2 પોઇન્ટ અથવા 0.42 ટકા વધીને 80,862.54ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. તેમજ NSE નિફ્ટી 84.55 પોઈન્ટ અથવા 0.35 ટકા વધીને 24,586.70ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. ત્યારે દિવસ દરમિયાન નિક્ટી 132.9 પોઈન્ટ અથવા 0.54 ટકા વધીને 24,635.05ની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ?
સેન્સેક્સના શેર્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સૌથી વધુ 2.55 ટકા વધ્યો હતો. ત્યારે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત વ્યાજ દર (MCLR)માં વધારાની જાહેરાત બાદ બેંકના શેરમાં વધારો થયો હતો. આ સિવાય એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, મારુતિ અને આઈટીસીમાં મોટો ઉછાળો રહ્યો હતો. તેમજ ખોટ કરતા શેરોમાં એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો સમાવેશ થાય છે.

વિદેશી બજારોની સ્થિતિ
એશિયન બજારોમાં સિઓલ અને શાંઘાઈમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે હોંગકોંગના બજારોમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ યુરોપિયન બજારોમાં પણ ઘટાડો નોંધાયો હતો. પરંતુ શુક્રવારે યુએસ બજારો સકારાત્મક બંધ થયા હતા. ત્યારે એક્સચેન્જ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 4,021.60 કરોડના શેર ખરીદ્યા હતા. તેમજ વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.18 ટકા વધીને 85.15 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. અગાઉ શુક્રવારે BSE બેન્ચમાર્ક 622 પોઈન્ટ અથવા 0.78 ટકા વધીને 80,519.34 પર અને નિફ્ટી 186.20 પોઈન્ટ અથવા 0.77 ટકા વધીને 24,502.15 પર બંધ થયો હતો.

Most Popular

To Top