નવી દિલ્હી: ભારતીય શેરબજાર (Stock market) માટે આજનો દિવસ તેજીનો રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી (Nifty) દિવસભર ઉતાર-ચઢાવ સાથે ટ્રેન્ડ કરતા જોવા મળ્યા હતા. ટ્રેન્ડના અંતે સેન્સેક્સ (Sensex) 100 પોઈન્ટ ઉછળીને 72,700ની ઉપર બંધ થયો હતો.
બીએસઈનો સેન્સેક્સ 104.99 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 72,748.42 પર અને એનએસઈનો નિફ્ટી 32.35 પોઈન્ટ અથવા 0.15 ટકાના નજીવા વધારા સાથે 22,055.70 પર બંધ થયો હતો.
સેન્સેક્સમાં શેરોની સ્થિતિ
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેરોના ઉછાળા સાથે અને 16 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. સૌથી વધુ ઉછાળો ટાટા સ્ટીલના શેરમાં જોવા મળ્યો હતો. જેમાં 5.69 ટકાના ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું. M&M 3.05 ટકા, JSW સ્ટીલ 2.98 ટકા, ટાટા મોટર્સ 2.75 ટકા અને સન ફાર્મા 1.47 ટકાના વધારા સાથે બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેડિંગ 1.45 ટકાના સારા વધારા સાથે બંધ થયું હતું.
સેક્ટર મુજબ શેરની સ્થિતિ
બેન્ક, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી, આઇટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરો નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, મીડિયા, મેટલ અને ફાર્મા શેરો સારા ઉછાળા સાથે બંધ થયા હતા.
કેવી હતી માર્કેટ કેપ?
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 378.79 લાખ કરોડ રહ્યું છે. તેમજ આજે BSEનું માર્કેટ વેલ્યુએશન ઉંચા સ્તરે છે.
નિફ્ટીના શેરનું વ્યુ..
નિફ્ટીના 50 શેરોમાંથી 21 શેરના ઉછાળા સાથે અને 29 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં ટાટા સ્ટીલ 5.01 ટકા અને M&M 3.31 ટકા વધીને બંધ થયા હતા. JSW સ્ટીલ 2.81 ટકા, ટાટા મોટર્સ 2.76 ટકા અને Apo હોસ્પિટલ 2.63 ટકાના સારા ઉછાળા સાથે બંધ થયા હતા. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં યુપીએલ 2 ટકાના જંગી ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસનો IPO આજે એટલે કે 18 માર્ચે બંધ થશે. આ IPO 14 માર્ચે ખોલવામાં આવ્યો હતો. કંપનીના શેર 21 માર્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.
આ IPO માટે પ્રાઇસ બેન્ડ 680-715 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. ઇશ્યૂમાં બિડિંગ માટે લોટ સાઈઝ 20 શેર છે. એટલે કે તમારે આ IPO માટે ઓછામાં ઓછા 14,300 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે 13 લોટ માટે બિડ કરીને વધુમાં વધુ રૂ. 1,85,900નું રોકાણ કરી શકો છો.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ 15 માર્ચે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 453 પોઈન્ટ ઘટીને 72,643ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમજ નિફ્ટી પણ 123 પોઈન્ટ ઘટીને 22,023 ના સ્તર પર બંધ થયો.