Business

શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..

સપ્તાહનો પહેલો દિવસ શેર બજાર માટે નબળો રહ્યો છે. આજે બંને સૂચકાંકો બીએસઈ અને નિફ્ટી રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. સ્મોલ, મિડ અને લાર્જ કેપમાં લગભગ તમામ શેર્સની કિંમતો ઘટાડા તરફી જોવા મળી હતી. બીએસઈ એક તબક્કે 800 પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી 25,900ના નીચા સ્તરે ટ્રેડ થયું હતું. આજે દિવસ દરમિયાન રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું.

બપોરે 2:20 વાગ્યે સૂચકાંકોની સ્થિતિ

  • સેન્સેક્સ: 802.71 પોઈન્ટ ઘટીને 84,909.66
  • નિફ્ટી: 289.55 પોઈન્ટ ઘટીને 25,896.90

નિફ્ટી50 પેકમાં ઇન્ટરગ્લોબ એવિએશન, BEL અને JSW સ્ટીલ પાછળ રહ્યા. જ્યારે HDFC લાઈફ અને ટેક મહિન્દ્રામાં થોડો વધારો જોવા મળ્યો હતો.

બજારમાં ઘટાડા પાછળના 6 મુખ્ય કારણો

1) ફેડ મીટિંગ પહેલા સાવચેતી
આ અઠવાડિયે અમેરિકાની ફેડરલ રિઝર્વની મોટી મીટિંગ છે. આ મિટિંગમાં વ્યાજદર અંગે મોટા નિર્ણય આવી શકે છે. એટલે વિશ્વભરના રોકાણકારો સાવચેત છે અને નવા પૈસા બજારમાં નાંખવા તૈયાર નથી. જેના પરિણામે ભારતીય બજારમાં પણ દબાણ આવ્યું.

૨) સ્મોલ અને મિડકેપ શેર્સમાં ભારે વેચવાલી 
આજે સોમવારે રોકાણકારોએ નફો બુક કરાવ્યો હોવાથી સ્મોલ અને મિડકેપ શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જેના કારણે ઘણા શેર નીચે આવી ગયા. નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ સતત પાંચમા સત્રમાં ઘટ્યો, ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 2 ટકાથી વધુ ઘટ્યો. છેલ્લાં પાંચ સત્રોમાં ઇન્ડેક્સ 4 ટકાથી વધુ ઘટ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ પણ લગભગ 2 ટકા ઘટ્યો છે.

3) સતત FII વેચાણ
વિદેશી રોકાણકારો (FII) છેલ્લા 7 દિવસથી ભારતમાંથી પૈસા કાઢી રહ્યા છે. શુક્રવારે પણ તેઓએ 438 કરોડનો નેટ વેચાણ કર્યો હતો. જ્યારે FII વેચાઈ છે ત્યારે બજાર કમજોર થવું સ્વાભાવિક છે.

4) રૂપિયો નબળો પડ્યો
ભારતીય રૂપિયા ડોલર સામે 90.11 સુધી નબળો થયો છે. નબળો રૂપિયા એટલે આયાત મોંઘી. ખાસ કરીને ક્રૂડ ઓઇલ. જેથી રોકાણકારો માટે આ નકારાત્મક સિગ્નલ છે. આ કારણથી પણ બજારમાં દબાણ રહે છે.

5) ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા
બ્રેન્ટ ક્રૂડ 0.13% વધી 63.83 પ્રતિ બેરલ થયો. ઉંચું ક્રૂડ ભારતના આયાત બિલ અને ઇંધણ ફુગાવાને અસર કરે છે. જેના કારણે બજારમાં વધુ સાવચેતી જોવા મળી હતી.

6) ઇન્ડિયા VIX વધ્યો (બજાર ડર ઇન્ડેક્સ)
ઇન્ડિયા VIX 2% વધી ગયો. VIX વધે એટલે બજારમાં અનિશ્ચિતતા વધે અને આત્મવિશ્વાસ ઘટે છે અને રોકાણકારો જોખમ લેવાનું ટાળે છે.

Most Popular

To Top