ભારત – ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુસીબત સાબિત થનાર પંત માટે ઓસી ખેલાડીઓએ આઉટ ઓફ રૂલ્સ રસ્તો પણ ઓસ્ટ્રલિયાએ અપનાવ્યો હતો. અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પંત જયારે આક્રમક બેટિંગ (BATTING) કરી રહ્યો હતો ત્યારે સ્ટીવ સ્મિથે તેને વિચલિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને તેના ક્રિઝ માર્કને સાફ કરવાના પ્રયાસમાં કેમેરામાં કેદ થયો હતો.
પાંચમા દિવસે બ્રેક સમયે સ્ટીવ સ્મિથ ગુપ્ત રીતે પિચ પર આવ્યો હતો અને બેટ્સમેનનો નિશાન દૂર કરવા માટે નજર તાકી રહ્યો હતો. જોકે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે અમ્પાયરને ફરીથી નિશાન સ્થાપવા કહ્યું હતું. અને ફરીથી શરૂઆત કરી હતી. જો કે સ્મિથની આ હરકત તીસરી આંખ સમાન કેમેરા (STUMP CAMERA)માં કેદ થઇ ગઈ હતી, અને ભારત ઓસ્ટ્રેલિયા ડ્રો બાદ સ્ટીવ સ્મિથના આ વિડીયો માટે પણ લોકોમાં ચર્ચા શરૂ થઇ હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ:
સ્મિથની આ અધમ કૃત્ય જોયા પછી તે સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર વાયરલ થવા લાગ્યો હતો. વિડિઓમાં ખેલાડીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી, પરંતુ જલદી કાંગારુ બેટ્સમેને જે સ્થાન મેળવ્યું તે નિશાન દૂર પછી ફરી જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની જર્સીએ 49 નંબર બતાવ્યા બાદ આ માટે પુષ્ટિ કરવામાં આવી હતી. કે આ જર્સી સ્મિથ જ પહેરે છે.
આઇસીસીએ તેના પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.
આ પહેલીવાર નથી જ્યારે સ્મિથે રમતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોય. આ અગાઉ, દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) પ્રવાસ પર, ટેસ્ટ મેચ દરમિયાન સ્ટીવ સ્મિથ બોલ ટેમ્પરિંગના મામલે સ્મિથને એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.