Columns

ભારતીય સમાજમાં નારીની સ્થિતિ

પહેલાની નારી કરતાં આજની નારીએ વિકાસમાં એવી હરણફાળ ભરી છે કે પુરૂષો તેમની એ રોકેટ ગતિ નિહાળી ચકિત થઈ ગયા છે. બલકે તેમને સમજાઈ ગયું છે કે હવે- “ધોકે નાર પાંસરી” નો જમાનો રહ્યો નથી. ટીવી સીરિયલોમાં કે ફિલ્મોમાં સ્ત્રીઓનું વિસ્ફોટક સ્વરૂપ જોઈ પુરૂષોને હવે બીક લાગવા માંડી છે. એવું એટલા માટે થયું છે કે સ્ત્રીઓએ પહેલાના જમાનામાં ખૂબ જુલ્મો વેઠ્યા છે. મોડે મોડે તેમને એ વાતનું ભાન થયું છે કે આપણી કોઈ જ કમાણી નથી. પુરૂષોના પગારમાંથી ઘરનું ગાડુ ગબડે છે એથી અંત સુધી તે ઘરનો રાજા બની રહે છે. આઝાદી પૂર્વેના જમાનામાં તો સ્ત્રીઓ રોડ પર પુરૂષોની જોડાજોડ ચાલી પણ શકતી નહોતી. આજે સ્થિતિ એ છે કે સ્ત્રીઓ મોટા મોટા જાહેર ફંક્શનોમાં પ્રમુખપદ શોભાવે છે. દેશ કે રાજ્યની મુખ્યમંત્રી બની શકે છે. (પ્રતિભા પાટીલ કે દ્રૌપદી મૂર્મુએ એટલી ઉંચાઈ સર કરી છે) ટૂંકમાં એવું એક પણ પદ નથી જ્યાં સ્ત્રીઓ ન પહોંચી હોય?

સત્તાવાર આંકડા જોઈએ તો આજે નીચલી કોર્ટમાં ન્યાયધીશ તરીકે 27 ટકા અને સુપ્રિમ કોર્ટમાં 9 ન્યાયધીશો તરીકે સ્ત્રીઓ સ્થાન શોભાવે છે. એક જમાનામાં સ્ત્રીઓથી માથુ ઓઢ્યા વિના ઘરની બહાર નીકળાતું નહોતું ત્યાં આજે સ્ત્રીઓ ન્યાયાધીશ બની ચુકાદાઓ આપે છે. સ્ત્રીઓની પ્રગતિની એ ઉજળી બાજુ છે. દિલ્હી ડિસ્ટ્રીક્ટમાં 16,000 ન્યાયધીશોમાં 4,500 સ્ત્રીઓ છે. ભવિષ્યમાં આ આંકડાઓ ડબલ થઈને ઊભા રહેશે.

જોકે સ્ત્રીઓની આ રોકેટ ગતિ કેટલાંક સુધારાવાદી સ્ત્રી–પુરૂષોને ખૂંચે છે. તેઓ પરંપરાગત શૈલીમાં કહે છે: ‘જેનું કામ જે કરે.. સ્ત્રીઓનું કામ બાળકોને જન્મ આપવાનું તથા ઘરની જવાબદારી સંભાળવાનું છે. તેણે ખપ પૂરતું ભણીને પરિવાર સંભાળી લેવો જોઈએ. પાકિસ્તાનમાં આજે નારીના મુખ પર જ નહીં વિકાસ પર પણ પરદો પડી ચૂક્યો છે. ત્યાંનો સમાજ સ્ત્રીવિકાસને બિલકુલ અનુચિત ગણે છે. આજે સ્ત્રીઓને કાયદાએ અને સમાજે અનેક હકો આપ્યા છે પણ બધી સ્ત્રીઓને તેની જાણકારી નથી. એ જાણકારીના અભાવે તેમનું શોષણ થાય છે.

પુરૂષો તેમને પીડવામાં નિર્ભય બની રહે છે. કેમકે સમાજ કે કાયદાઓ તરફથી સ્ત્રીઓને કોઈ વિશેષ હક કે સુવિધાઓ પ્રાપ્ત થઈ નથી. બંધારણના આર્ટિકલ 39 (d) પ્રમાણે સ્ત્રીઓને પણ પુરૂષો જેટલો જ સમાન પગાર આપવાની જોગવાઈ છે. પરંતુ આજે પણ દેશના હજારો ક્ષેત્રોમાં સ્ત્રીઓને પુરુષો જેટલો સમાન પગાર મળતો નથી. જોકે હવે બદલાયેલા જમાના અનુસાર સ્ત્રીઓ વ્યક્તિગત રીતે સંગઠનો ઊભા કરી પોતાના હક માટે કોર્ટના દરવાજા ખખડાવે છે. તેમ છતાં સ્થિતિમાં હજી સંતોષકારક સુધારો થયો નથી. એક સરખા કામ અને હોદ્દા માટે બન્નેના પગારધોરણ વચ્ચે ખાસ્સો ફેર છે. સ્ત્રીઓએ દેહવિક્રય ન કરવો પડે એવી ભલી ભાવનાથી તે અંગેનો કાયદો પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ “ઈનડિસેન્ટ ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન (મોડિલિશન)” નામનો એ કાયદો સ્ત્રીઓને દેહજીવીની બનતા રોકે છે. પણ થયું છે એવું કે એ કાયદો બંધારણમાં છે એટલું જ.. વાસ્તવમાં ઘરગથ્થુ દેહજીવીનીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે.

 અમેરિકા લગ્નેતર સંબંધો માટેનું સ્વર્ગ ગણાય છે. ત્યાં પરિણિતો પણ કાળાબજારનો ઈલ્લીગલ પ્રેમ કરતા હોય છે. હવે તો તેમને એ બદનામી કોઠે પડી ગઈ છે. ત્યાંના માનસશાસ્ત્રી જોન એફ. કેનેડી, ગેરી હાર્ટ, ક્લાર્ક ગેબલ તથા રિચાર્ડ બર્ટન નામનો હોલિવુડ હીરો એ તમામ લોકો લફરાંબાજ હતાં. અમેરિકાના કેટલાંક સમાજશાસ્ત્રીઓ કહે છે: ‘સ્ત્રીઓની હાલત સુધારવા માટે પુરૂષોએ નીચેના નિયમો પાળવા જોઈએ. નિષ્ણાંતો કહે છે પત્ની જે કાંઈ કહે તેને હકારાત્મક ભાવથી સાંભળો. બની શકે તો તેની વાત સાથે ઝટ સંમત થઈ જાઓ. એવું વિચારો કે પત્ની કદી તેમના પરિવારનું બૂરું ઈચ્છતી નથી. પત્નીને રાજી રાખવી હોય તો ઘરકામમાં તેને શક્ય એટલી મદદ કરો.

જોકે પુરૂષ પ્રાકૃતિક રીતે જ એટલો નમ્ર, ઉદાર કે વિવેકી બની શકતો નથી. આપણે જાણીએ છીએ કે થેલેસિમિયા જેવી જીનેટિક બીમારીથી પીડાતા લોકોએ નિયમિત નવુ બ્લડ લેવું પડતું હોય છે. એ ખૂબ અઘરી અને મુશ્કેલ સારવાર છે. એથી લગ્ન પહેલાં બન્નેએ થેલેસિમિયાનો ટેસ્ટ કરાવ્યા પછી જ લગ્ન કરવા જોઈએ. કુંડળી ના મળે તો ચાલે પણ શરીરમાં થેલેસિમિયા હોય તો ભવિષ્યમાં તે ખૂબ માઠા પરિણામ આપે છે. કેરળમાં બન્ને પાત્રો એકમેકનો HIV ટેસ્ટ કરાવવાનો ખાસ આગ્રહ રાખે છે. આપણે ત્યાં અગર છોકરીવાળા મુરતિયાના બાપને કહે કે: ‘તમે HIV ટેસ્ટ કરાવી અમને બતાવો..!’ તો વાત ત્યાં જ અટકી જાય.

ધૂપછાંવ
મોટી કંપનીઓમાં નોકરી મેળવતા પહેલાં મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. એ રીતે લગ્નટાણે પણ દરેક યુગલોના HIV કે થેલેસિમિયાનો ટેસ્ટ કરાવવાનું ખૂબ જરૂરી હોય છે. નહીં તો લગ્ન પછી એના માઠા ફળ ભોગવવા તૈયાર રહેવું પડે છે.

Most Popular

To Top