Entertainment

એસએસ રાજામૌલી મહાભારત પર બનાવશે ફિલ્મ, પોતાના ડ્રિમ પ્રોજેક્ટ વિશે ખુલ્લીને કરી વાત

મુંબઈ: બાહુબલી(Baahubali) અને આરઆરઆર(RRR) જેવી બ્લોકબસ્ટર(Blockbuster) ફિલ્મો બનાવ્યા પછી એસએસ રાજામૌલી(SS Rajamouli) પોતાના ડ્રિમ પ્રોજેક્ટ(Dream Project) પર કામ કરવા જઈ રહ્યા છે. તે કઈંક એવુ કરવા જઈ રહ્યા છે કે જે જોઈને દુનિયાભરના ફિલ્મ ચાહકો આશ્ર્યચકિત થઈ જશે.

રાઈટર અને ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ તાજેતરમાં પોતાની એક ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાના ડ્રિમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે મહાભારત(Mahabharata) પર ફિલ્મ બનાવવા ઈચ્છે છે. તેઓ આ ફિલ્મ 10 પાર્ટમાં બનાવવા માંગે છે. હાલમાં તેઓ મહાભારતની દરેક આવૃતિઓ વાંચી રહ્યા છે.

એસએસ રાજામૌલીએ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મહાભારત પર તેઓ ફિલ્મ બનાવવા માંગે છે. તેઓ મૂળ મહાભારતને પોતાની શૈલીમાં રૂપાંતર કરીને સ્ક્રિપ્ટ લખશે. જેને તે 10 પાર્ટમાં રજુ કરશે. મહાભારતની સ્ક્રિપ્ટ લખ્યા પછી કાસ્ટની પસંદગી કરવામાં અવશે.

રાજામૌલીએ વધારે જણાવતા કહ્યુ કે, મહાભારતની દરેક આવૃતિઓને વાંચવામાં તેમને એક વર્ષ જેટલો સમય લાગશે. મહાભારતએ એસએસ રાજામૌલીના જીવનનું સપનું છે. તેઓ ઘણા સમયથી મહાભારતના ટીવી શો ના 266 જેટલા એપિસોડને 10 પાર્ટની ફિલ્મમાં રૂપાંતર કરાવાનું સપનું જોઈ રહ્યા છે.

મહાભારતએ ઋષિ વેદવ્યાસના હસ્તે લાખાયેલું મહાકાવ્ય છે. આ મહાકાવ્યને અનેક રૂપમાં ટીવી પર દર્શાવવામાં આવ્યું છે. ટીવી પર મહાભારત સિરિયલ સ્વરૂપે પ્રદર્શિત કરાયું છે. તેના પર હજી સુધી કોઈ ફિલ્મ બની નથી. ત્યારે એસએસ રાજામૌલી પહેલીવાર મહાભારત પર ફિલ્મમાં બનાવવા જઈ રહ્યા છે.

આજના સમયમાં યુવા પેઢી મહાભારત કે રામાયણ જેવા ધાર્મિક ગ્રંથો વાંચવા કે એપિસોડ તરીકે જોવાનુ પસંદ નથી કરતા, પરંતુ જો મહાભારતને એક ફિલ્મની રીતે દર્શાવવામાં આવે તો આજની યુવા પેઢી જોવા ઈચ્છુક થઈ શકે છે.

મહાભારતમાં શ્રી મદ ભાગવત ગીતા કહેવામાં આવી છે. આ શ્રીમદ ભાગવત ગીતામાં જીવનની દરેક તફલીકોનોના સમાધાન લખેલા છે. લોકોને એક વાર ગીતાનું અધ્યાયન કરવું જરૂરી છે. એસએસ રાજામૌલીનો આ પ્રોજેક્ટ દેશની સંસ્કુતિ અને ધર્મના પ્રસાર અને પ્રચાર અર્થે મહત્વનો ભાગ સાબિત થશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં તેઓને સમય લાગશે.

Most Popular

To Top