Vadodara

SSGનાં રૂકમણી ચેન્નઈ સ્ત્રીરોગ અને પ્રસ્તુતિ ગૃહમાં દાખલ દર્દીના સગા માટે પરિપત્ર જારી..

એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે આવેલ રૂકમણી ચૈનાઈ સ્ત્રી રોગ અને પ્રસુતિ ગૃહ મા દાખલ થતા દર્દી સાથેરહેનાર માટે અને દર્દીના મુલાકાતીઓ માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યું

એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે આવેલ રૂકમણી ચૈનાઈ સ્ત્રી રોગ અને પ્રસુતિ ગૃહ મા દાખલ થતા દર્દી સાથે
રહેનાર માટે અને દર્દીના મુલાકાતીઓ માટે નીચે મુજબની વ્યવસ્થાનું આયોજન કરેલ છે.

  1. દાખલ દર્દી સાથે રહેનાર માટે લીલા (ગ્રીન) કલર નું કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ ફક્ત એક સગા જે દાખલ દર્દી સાથે રહેશે તે માટે માન્ય રહેશે.2. દાખલ દર્દીને મળવા આવનાર સગા સંબંધી માટે પીળા (યલો) કલર નું કાર્ડ આપવામાં આવશે. 3.આ કાર્ડ ફક્ત એક મુલાકાતીને મુલાકાતના સમયે માન્ય ગણાશે. મુલાકાતનો સમય : – બપોરે 4:00થી સાંજના 6:00 સુધીનો રહેશે.

સીક્યુરીટી દ્વારા રૂકમણી ચૈનાઈ સ્ત્રી રોગ અને પ્રસુતિ ગૃહના પ્રવેશ દ્વાર પર કાર્ડ વગર કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે ચકાસણી કરવામાં આવશે..
આ અંગે જાહેરનામું બહાર પાડી રૂકમણી ચૈનાઈ સ્ત્રી રોગ અને પ્રસુતિ ગૃહના તમામ ઈન્ચાર્જ તથા સીક્યુરીટી દ્વારા ઉક્ત તમામ નીતી નિયમોનું પાલન ચુસ્ત પણે કરાવા જણાવાયું છે.

Most Popular

To Top