National

શ્રીનગરના આ મંદિરમાં 700 વર્ષ પછી સાંભળવા મળશે ધંટનાદ, મુસ્લમાનોમાં પણ ખુશીનો માહોલ

નવી દિલ્હી: જમ્મુ કશ્મીરને દુનિયા ઉપર આવેલુ સ્વર્ગ માનવામાં આવે છે. અને કેમ ન માનવામાં આવે ત્યાંના લોકો, ત્યાંનું વાતાવરણ, ખાણીપીણી તેમજ ત્યાંના તમામ સ્થળો સૌનું મન મોહી લે છે. આવી જ વાત છે જમ્મુ કશ્મીરમાં આવેલા શ્રીનગરમાં (Srinagar) આવેલા મંગલેશ્વર ભૈરવ મંદિરની. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ મંદિર (Temple) 700 વર્ષ જૂનું છે. આ મંદિર સાથે ત્યાંના કાશ્મીરી પંડિતોની આસ્થા જોડાયેલી છે. જાણકારી મળી આવી છે કે વર્ષ 1990માં કાશ્મીરમાં મિલિટ્રીનો દોર શરૂ થયો ત્યારથી કાશ્મીરી પંડિતો તે સ્થળેથી પલાયન થવા લાગ્યા. તે જગ્યા સાથે મંદિરમાંથી સવાર સાંજ સંભળાોતો ઘંટનો નાદ પણ સંભળાવાનો બંધ થઈ ગયો. મંદિરની દેખભાળ ન થવાના કારણે મંદિર સાવ પડી ભાંગ્યું. જાણકારી મુજબ આ મંદિરમાં અનેકો ઐતિહાસિક મંદિર પણ શામિલ છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે હવે ત્યાંની સરકારે આ મંદિરોને ફરીથી મરમ્મત કરાવનો નિર્ણય લીધો છે. આ તમામ મંદિરોનું રિનોવેશનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 700 વર્ષ જૂનું મંગલેશ્વર મંદિરનું પણ રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. જાણકારી મળી આવી છે કે શ્રીનગરના આ મંદિરનું રિનોવેશનનું કાર્ય છેલ્લાં એક મહિનાથી ચાલી રહ્યું છે. આ મંદિરમાં 40 મજૂરો કામ કરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે આ મંદિરમાં રિનોવેશન વખતે તેના જૂના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણકારી મુજબ આ મંદિરના રિનોવેશનમાં 1.62 લાખનો ખર્ચો કરવામાં આવશે.

આ મંદિરને આબેહૂબ જે તે 700 વર્ષ પહેલા હતું તેવું જ તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેમાં ચૂનો, મહારાજા ઈંટ તેમજ કાશ્મીરી લાકડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણકારી મુજબ એક મહિનામાં આ મંદિર તૈયાર થઈ જશે. જે આર્કિટેકચર આ મંદિરનું રિનોવેશન કરી રહ્યાં છે તેઓએ જણાવ્યું કે આ મંદિરના રિનોવેશનના કાર્યથી તેઓ ખૂબ ખુશ છે. તેઓ ઈચ્છે છે કે ઝડપથી આ કાર્ય પૂર્ણ થાય તેમજ અહીં ભાઈચારાની ભાવના વધે.લોકો પ્રાર્થના કરવા આવે અને ફરીથી આ સ્થળે ધંટનાદ સંભળાય.

શ્રીનગર સ્માર્ટ સિટી હેઠળ, કાશ્મીરના પ્રાચીન અને ઐતિહાસિક ધાર્મિક સ્થળો જેમાં દરગાહ, મસ્જિદો, ખાનકાહ અને કાશ્મીરના પ્રાચીન મંદિરોનો સમાવેશ થાય છે, તેનું ફરીથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 15 ઐતિહાસિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જ્યારે ખીણમાં મંદિરોની સંખ્યા 952 છે, જેમાંથી કુલ 212 પૂર્ણ થઈ ચૂક્યા છે. સરકારનો પ્રયાસ છે કે 1990ના દાયકાથી ખંડેર બની ગયેલા તમામ મંદિરોનો વહેલી તકે જીર્ણોદ્ધાર કરવામાં આવે જેથી કાશ્મીરી પંડિતો ફરી એકવાર આ મંદિરોમાં પ્રાર્થના કરી શકે.

Most Popular

To Top