Sports

મંગળવારે સનરાઇઝર્સ સામે જીતની લય જાળવી રાખવાની મુંબઇ ઇન્ડિયન્સની ખેવના

હૈદરાબાદ : આવતીકાલે મંગળવારે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MI) અહીં આઇપીએલમાં (IPL) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મેદાને ઉતરશે ત્યારે તેઓ પોતાની જીતની લય જાળવી રાખવા માગશે. મુંબઇ માટે રાહતની વાત એ છે કે તેમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ફોર્મમાં પાછો આવી ફર્યો છે, જો કે આવતીકાલની મેચમાં તેમણે હૈદરાબાદના ઓપનર હેરી બ્રુકથી સંભાળવું પડશે.

  • સૂર્યકુમાર યાદવ ફોર્મમાં પાછો ફરતાં મુંબઇ ઇન્ડિયન્સને રાહત, જો કે હૈદરાબાદના ઇનફોર્મ હેરી બ્રુકથી સંભાળવું પડશે
  • રોહિત શર્માની વાપસી સાથે પ્લેઇંગ ઇલેવનમાં અર્જુન તેંદુલકરને સ્થાન મળવાની સંભાવના ઓછી, કદાચ ઇમ્પેક્ટ પ્લેયર બની શકે

મુંબઈ અને સનરાઈઝર્સ બંને તેમની છેલ્લી બંને મેચ જીતી ચૂક્યા છે અને હવે તેમની નજર જીતની હેટ્રિક પૂર્ણ કરવા પર હશે. આ બંને ટીમોએ ટૂર્નામેન્ટની શરૂઆત સતત બે હાર સાથે કરી હતી. મુંબઈ માટે સારા સમાચાર એ છે કે સૂર્યકુમાર ફોર્મમાં પાછો ફર્યો છે. તેણે મુંબઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 25 બોલમાં 43 રન બનાવ્યા કારણ કે તેની ટીમ પાંચ વિકેટે મેચ જીતી ગઈ. સૂર્યકુમારની ઇનિંગ આકર્ષક હતી તો ઇશાન કિશનની આક્રમક ઇનિંગ પણ પ્રભાવક હતી. મુંબઈને સનરાઈઝર્સ સામે પણ બંને પાસેથી સમાન બેટિંગની અપેક્ષા હશે.

પ્રથમ બે મેચમાં સંઘર્ષ કરનારી મુંબઈની ટીમ હવે સંતુલિત દેખાઈ રહી છે. તિલક વર્મા સારા ફોર્મમાં છે જ્યારે કેમેરન ગ્રીન અને ટિમ ડેવિડે પણ જરૂર પડ્યે ઉપયોગી યોગદાન આપ્યું છે. સનરાઇઝર્સને હેરી બ્રુક અને રાહુલ ત્રિપાઠીના રૂપમાં બે નવા હીરો મળ્યા છે, જેમણે તેની છેલ્લી બે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રુક આખરે નાઈટ રાઈડર્સ સામે સદી સાથે અપેક્ષાઓ પર ખરો ઉતર્યો, તો ત્રિપાઠીએ પંજાબ સામેની જીતમાં 48 બોલમાં 74 રન બનાવ્યા.

Most Popular

To Top