બિહારના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આટલી રસપ્રદ ચૂંટણી થઇ રહી છે. મુખ્ય બે ગઠબંધન ઉપરાંત બીજા પક્ષો વચ્ચે લડાઈ થવાની છે અને આ કારણે કયો મોરચો સત્તા મેળવશે એ ભાખવાનું રાજકીય પંડિતો માટે મુશ્કેલ બની ગયું છે. બે મુખ્ય મોરચામાં ટિકિટ વહેંચણી બાબતે વિખવાદ છે અને એનું ચૂંટણી આવતાં સુધીમાં નિરાકરણ થઇ જશે કે કેમ એ કહેવું અત્યારે તો મુશ્કેલ છે. જન સુરાજ અને ઓવૈસીના પક્ષો કોને કેટલું નુકસાન પહોંચાડશે એ અત્યારે અટકળોનો વિષય છે અને આ ચૂંટણી કેટલાકનું ભવિષ્ય નક્કી કરનારી પણ છે. એમાં સૌથી ઉપર નીતીશકુમાર છે. જો એમના પક્ષને ગઈ ચૂંટણીની જેમ જ ઓછી બેઠકો મળી તો એમનું મુખ્યમંત્રી પદ ગયું એમ સમજો. જન સુરાજનાં પ્રશાંત કિશોર પોતે તો ચૂંટણી લડતા નથી પણ એમણે કહ્યું છે કે, ૧૫૦ થી ઓછી બેઠક એમના પક્ષને મળી તો એ એમની હાર ગણાશે. ઓવૈસીની પાર્ટી વોટ કટાઉ પાર્ટી તરીકે જાણીતી છે. ગઈ ચૂંટણીમાં એમના જ કારણે મહાગઠબંધન સત્તાથી દૂર રહ્યો હતો.
આ સ્થિતિમાં ટિકિટ વહેંચણી બહુ મહત્ત્વની છે. એનડીએમાં સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ તો અપાયું પણ આ પ્રક્રિયામાં ઘણી ખેંચતાણ અને આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. ચિરાગ પાસવાને શરૂઆતમાં 40 બેઠકોની માંગણી કરી હતી, જ્યારે ગઠબંધન તેમને 20-22 સીટો આપવા તૈયાર હતું. લાંબી વાટાઘાટો પછી 29 બેઠકો આપવામાં આવી, જે તેમના માટે મોટી જીત ગણાય છે અને પહેલી વાર એવું બન્યું છે કે, ભાજપ અને જેડીયુ બંનેએ 101-101 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.
ગઠબંધનના મોટા પક્ષોએ નાના સહયોગીઓને સમાવવા માટે 2020ની સરખામણીમાં ઓછી બેઠકો પર સમાધાન કર્યું. જિતનરામ માંઝીની પાર્ટીએ 15 બેઠકોની માંગ કરી હતી, પરંતુ તેમને 6 બેઠકો મળી. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને પણ 6 બેઠકો મળી. સીટની વહેંચણીનું ફોર્મ્યુલા જાહેર થયા પછી પણ પક્ષોની અંદર ટિકિટ ન મળવાથી અસંતોષ જોવા મળ્યો: જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે મુખ્યમંત્રી નીતીશકુમારના નિવાસસ્થાન બહાર ટિકિટની માંગ સાથે ધરણાં કર્યાં હતાં અને પોલીસે તેમને હટાવવા પડ્યા હતા. સાંસદ અજયકુમાર મંડલે પણ પક્ષમાં ટિકિટ વહેંચણી પ્રક્રિયામાં અવગણના થવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
તો સામા પક્ષે મહાગઠબંધનના બે સૌથી મોટા પક્ષો આરજેડી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણીને લઈને સૌથી મોટો ગજગ્રાહ રહ્યો. કોંગ્રેસ 2020ની વિધાનસભા ચૂંટણીની જેમ 70 બેઠકો પર લડવા માંગે છે અથવા ઓછામાં ઓછી 60 થી 65 બેઠકોની માંગ કરી. આરજેડી કોંગ્રેસને લગભગ 58 બેઠકો ઓફર કરવા માટે મક્કમ રહ્યું. આરજેડીનું કહેવું હતું કે ગઠબંધનમાં અન્ય નાના પક્ષોનો સમાવેશ થવાથી દરેક પક્ષની સીટોની સંખ્યા ઘટશે. કેટલીક બેઠકો માટે વિવાદ પણ છે. ગઠબંધનના અન્ય નાના પક્ષોને સમાવવા પણ એક મોટો પડકાર છે.
વીઆઈપી અને ડાબેરીઓ પણ વધુ બેઠક માગે છે. સૌથી ચર્ચિત મુદો્ છે મુખ્યમંત્રીપદનો ચહેરો. આરજેડી નેતા તેજસ્વી યાદવને ગઠબંધનના સીએમ ચહેરા તરીકે રજૂ કરવા માંગે છે. કોંગ્રેસ સીએમ ચહેરાની જાહેરાત ટાળી રહી છે. કેટલાક કોંગ્રેસી નેતાઓને ડર છે કે તેજસ્વીને સીએમ ચહેરા તરીકે રજૂ કરવાથી ગઠબંધન વિરુદ્ધ બિનયાદવ ઓબીસી મતોનું ધ્રુવીકરણ થઈ શકે છે. એટલે કે, બન્ને મુખ્ય મોરચામાં ટિકિટ વહેંચણી મુદે્ ખેંચતાણ રહી છે. નામો જાહેર થવા લાગ્યાં છે પણ ફોર્મ ભરાય પછી ખ્યાલ આવશે કે, કઈ પાર્ટીમાં કેટલો અસંતોષ રહ્યો છે પણ બંને મોરચા માટે ખાસ કરીને જન સુરાજ પાર્ટીનાં ઉમેદવારો સમસ્યારૂપ છે. એ બંને મોરચાને નુકસાન કરી શકે છે અને એ જ મોટી ઉપાધિ છે. એટલે કે બંને મોરચાએ પક્ષની નાદ્રના સંતોષ સાથે જન સુરાજ સામે પણ લડવાનું છે.
તમિલનાડુમાં હિન્દી પર પ્રતિબંધ?
તમિલનાડુની ડીએમકે સરકારે રાજ્યમાં હિન્દીના ‘આરોપણ’ ને રોકવા માટે એક બિલ રજૂ કરવાની તૈયારી કરી હતી, પરંતુ પછીથી તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બિલમાં રાજ્યભરમાં હિન્દીનાં હોર્ડિંગ્સ, બોર્ડ, ફિલ્મો અને ગીતો પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ હતો. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે આ પગલું જરૂરી ગણાવ્યું હતું. જો કે, વ્યાપક વિરોધ અને રાજકીય ટીકાને પગલે સરકારે બિલ રજૂ કરવાનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે. ડીએમકે ના નેતાઓનું કહેવું છે કે તેઓ બંધારણની વિરુદ્ધ કંઈ નહીં કરે, પરંતુ તેઓ માત્ર હિન્દીના બળજબરીથી લાદવાની વિરુદ્ધ છે.
ભારતીય જનતા પાર્ટીએ આ પગલાને મૂર્ખામીભર્યું અને રાજકીય ગણાવીને ટીકા કરી છે અને આરોપ લગાવ્યો છે કે ડીએમકે અન્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે ભાષાના વિવાદનો ઉપયોગ કરી રહી છે. તમિલનાડુમાં હિન્દીનો વિરોધ કોઈ નવી વાત નથી, પરંતુ દ્રવિડ આંદોલનની એક લાંબી પરંપરાનો ભાગ છે. તમિલનાડુ હિન્દી ભાષાના વિરોધમાં નથી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ જેમ કે એનઈપી અને વહીવટના માધ્યમથી હિન્દીને દક્ષિણનાં રાજ્યો પર બળજબરીથી લાદવાના પ્રયાસોનો વિરોધ કરે છે. હિન્દી સામે આંદોલન 1930ના દાયકામાં શરૂ થયું હતું, જ્યારે પેરિયાર ઈ.વી. રામાસ્વામી નાયકરે દેશભરમાં હિન્દી શિક્ષણને ફરજિયાત બનાવવાના વિરોધમાં તમિલનાડુ તમિલ લોકો માટે છે નું સૂત્ર આપ્યું હતું.
નકસલવાદ ખતમ થઇ રહ્યો છે
છત્તીસગઢમાં નક્સલવાદીઓના આત્મસમર્પણના તાજેતરના અહેવાલો દર્શાવે છે કે સુરક્ષા દળોના દબાણ અને સરકારની પુનર્વસન નીતિઓને કારણે આતંકવાદી સંગઠનોનું મનોબળ તૂટી રહ્યું છે. છત્તીસગઢના બસ્તર વિભાગના વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં ઘણા વરિષ્ઠ કમાન્ડરો અને ઇનામ જાહેર કરાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. બસ્તરમાં ૭૮ માઓવાદીઓનું સમર્પણ કર્યું છે.
સુકમા જિલ્લામાં ૨૭ નક્સલવાદીઓએ સમર્પણ કર્યું. કાંકેર જિલ્લામાં ૫૦ નક્સલવાદીઓએ હથિયાર હેઠાં મૂક્યાં છે. સરકારી નીતિઓનો પ્રભાવ: છત્તીસગઢ સરકારની ‘નક્સલવાદી આત્મસમર્પણ પુનર્વસન નીતિ’ અને ‘નિયદ નેલ્લા નાર’ જેવી યોજનાઓથી પ્રભાવિત થવું. સુરક્ષા દળો દ્વારા સતત ચલાવવામાં આવતાં ઓપરેશનો અને એન્કાઉન્ટરને કારણે મનોબળ તૂટ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કડક રીતે કામ લેવાઈ રહ્યું છે. મોટાં ઓપરેશન ચાલે છે અને એ કારણે નકસલવાદની કેડ ભાંગી ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.