ગઈકાલથી IPL-15ની ઘમાકેદાર શરૂઆત (Starting) થઈ છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તેમજ કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) વચ્ચે રમાઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સેની ઘમાકેદાર જીત (Win) થઈ હતી. તેઓએ સીએસકેને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમ્યાન વેંકટેશ અય્યરની વિકેટ લીઘા બાદ ડ્વેન બ્રાવો હાલમાંજ રિલીઝ થયેલા સોન્ગ નંબર વનના સ્ટેપ્સ કરતો નજરે આવ્યો હતો. ત્યાર બાદ નીતીશ રાણાને પણ આઉટ કર્યા બાદ ફરીથી બ્રાવોએ ડાન્સ કર્યો હતો. બ્રાવોએ પોતે લીઘેલી વિકેટને ડાન્સ કરી ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ સીએસકેના ઓલરાઉન્ડર પ્લેયર ડ્વેન બ્રાવોએ IPL-2022ની શરૂઆત અગાઉ એક સોન્ગ રિલીઝ કર્યું છે. આ ગીતને બ્રાવો તેમજ કોલિન વેડરબર્ને સાથે મળીને લખ્યું છે. મહત્વની વાત એ છે કે આ ગીત બ્રાવોએ પોતે ગાયું છે.
ગઈકાલે રમાયેલી મેચમાં બ્રાવોએ ત્રણ વિકેટ લીઘી હતી. આ સાથે બ્રાવોએ IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના લસિથ મલિંગાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંને ખેલાડીએ પાસે IPLમાં 170 વિકેટ લેવાનો રેકોર્ડ છે.
KKR તેમજ CSkની ગઈકાલની મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 50 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 131 રન બનાવ્યા હતા. જેની સામે KKRએ 4 વિકેટ ગુમાવીને જ તેઓને મળેલ ટાર્ગેટને આંબી લીધો હતો.