SURAT

સુરત 108ની પ્રશંસનીય કામગીરી: એક કિલોમીટર કીચડમાં ચાલી સ્પાઇન બોર્ડ પર સગર્ભાની પ્રસુતિ કરાવી

સુરત: સુરત (Surat) 108 લોકેશનના EMTએ એક કિલો મીટર કીચડમાં ચાલી ને જઈ સગર્ભાની પ્રસુતિ (Delivery) કરાવી ફરી એકવાર સંજીવની જડીબુટ્ટી સમાન સેવાનું ઉદાહરણ આપ્યું છે. EMT ભદ્રેશ પટોડીયાએ જણાવ્યું હતું જે એમ્બ્યુલન્સ કીચડમાં (Mud) દર્દીના ઘર સુધી જઇ શકે એવા કોઈ સંજોગો બનતા ન હતા. બીજીબાજુ પ્રસૂતિની પીડાને લઈ સગર્ભા બુમાબુમ કરી રહી હતી. બસ આવા ઇમર્જન્સીના સમયમાં સ્પાઇન બોર્ડ પર જ સગર્ભાની પ્રસુતિ કરાવવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પ્રસુતિ બાદ નવજાત બાળક અને માતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બન્ને તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.

સગર્ભા કાજલબેન બબલુભાઈ પસ્માંને આ બીજી પ્રસુતિ હતી. કાજલ બેને એક પુત્ર બાદ છોકરીને જન્મ આપ્યો હતો. પતિ બબલુભાઈ બ્લોક બનાવવાની ફેકટરીમાં મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. હેલ્થ સેન્ટરમાં દાખલ થયા બાદ આખા પરિવારે 108નો આભાર વ્યક્ત કર્યો હતો. એક પુત્ર બાદ પુત્રીને જન્મ આપતા જ પરિવારની વ્યાખ્યા બની ગઈ હોવાનું જણાવ્યું હતું.

રોશન દેસાઈ (108 એમ્બ્યુલન્સ સુરત અધિકારી)એ જણાવ્યું હતું કે ઘટના રવિવારના સાંજના સમયની હતી. સાયણ લોકેશનની 108ને કોલ મળતા જ ઘટના સ્થળે દોડી ગયા હતા. પીપોદરા ગામમાં કાજલબેન બબલુભાઈ પસ્માંને પ્રસૂતિની પીડા અસહનીય થઇ રહી હતી. ઘર સુધી કાદવ-કીચડ અને નાના રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ લઈ જવાય એવી હાલત ન હતી. જેથી ઘરે જ ડિલિવરી થય જશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાયણ 108 લોકેશન ટીમના EMT ભદ્રેશ પટોળીયા તથા PILOT અજયે સમય બગાડ્યા વગર એક કિલો મીટર ચાલીને કાજલબેનના ઘરે ગયા હતા અને સુઝબૂઝ દાખવી કાજલબેનને સ્પાઈન બોર્ડ પર લઇ પ્રસુતિ કરાવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સમાં લઇ તાત્કાલિક સાયણ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. માતા અને બાળકી તંદુરસ્ત હોવાનું સાંભળી પરિવારે 108 ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

Most Popular

To Top