IPL 2026માં ઝડપનો નવો રેકોર્ડ નોંધાયો છે. Gujarat Titansના યુવા ફાસ્ટ બોલર Ashok Sharmaએ એવી આગ જેવી ગતિથી બોલ ફેંકી કે સમગ્ર ક્રિકેટ જગત ચકિત રહી ગયું. તેમણે Rajasthan Royals સામેની મેચમાં 154.2 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી, જે IPL 2026ની અત્યાર સુધીની સૌથી ઝડપી બોલ ગણાઈ રહી છે.
આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં આશોક શર્માએ પોતાના સ્પેલ દરમિયાન સતત 145 Kmphથી વધુ ઝડપ જાળવી રાખી હતી. ખાસ કરીને ઇનિંગ્સના 16મા ઓવરમાં તેમણે ધ્રુવ જુરેલ સામે ફેંકેલી 154.2 Kmphની યોર્કર બોલ સૌથી ચર્ચાનો વિષય બની ગઈ. આ બોલ સામે બેટ્સમેન માત્ર બચાવ જ કરી શક્યો હતો.
માત્ર 23 વર્ષના આશોક શર્મા માટે આ પ્રદર્શન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયું છે. તેઓ રાજસ્થાનના રહીશ છે અને અગાઉ Rajasthan Royals સાથે નેટ બોલર તરીકે જોડાયેલા હતા. બાદમાં તેઓને IPLમાં તક મળી અને હવે તેઓ પોતાની ઝડપથી ઓળખ બનાવી રહ્યા છે. જોકે આ બોલ IPL ઇતિહાસની સૌથી ઝડપી બોલ નથી, પરંતુ વર્તમાન સીઝનમાં સૌથી ઝડપભરી બોલ તરીકે નોંધાઈ છે. IPLના ઇતિહાસમાં Umran Malik અને અન્ય ફાસ્ટ બોલરો દ્વારા 157 Kmph સુધીની ઝડપ નોંધાઈ ચૂકી છે.
આ મેચમાં ભલે Gujarat Titansને હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ આશોક શર્માની ઝડપે તમામનું ધ્યાન ખેંચ્યું છે. આગામી મેચોમાં તેમની પાસેથી વધુ ધમાકેદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. IPL 2026માં યુવા ફાસ્ટ બોલરોની આવક સાથે સ્પર્ધા વધુ રસપ્રદ બની રહી છે અને આશોક શર્મા હવે આ સ્પર્ધામાં એક નવા “સ્પીડ સ્ટાર” તરીકે ઉભરી રહ્યા છે.